For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એકજૂથ બનીને લડશો તો દુશ્મન દેશને પછાડી શકશો : ભૂખે મરતાં પાકિસ્તાન લશ્કરીવડાનું જનતાને એલાન

Updated: Apr 28th, 2024

એકજૂથ બનીને લડશો તો દુશ્મન દેશને પછાડી શકશો : ભૂખે મરતાં પાકિસ્તાન લશ્કરીવડાનું જનતાને એલાન

- ગ્રીન-પાકિસ્તાન-ઇનિશ્યેટીવ સંમેલનમાં જનરલ અસીમ મુજીદે તેમ પણ કહ્યું કે બળવાન બનતા આર્થિક તાકાત અનિવાર્ય છે

ઈસ્લામાબાદ : ગરીબી અને ભૂખમરાનો માર વેઠી રહેલાં પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુજીદે પોતાના દેશવાસીઓને એકજૂથ બની ઊભા રહેવાનું એલાન કરતાં જણાવ્યું હતું કે જો એક-જૂથ બની ઊભા રહેશો તો તમે દુશ્મન દેશને પછાડી શકશો. એક-જૂથ પાકિસ્તાને નકારાત્મક શક્તિઓને પરાસ્ત કરવાનાં છે.

ગ્રીન-પાકિસ્તાન-ઇનિશ્યેટીવ સંમેલનમાં કરેલાં સંબોધનમાં જનરલ અસીમ મુજીદે વધુમાં જણાવ્યું હતું કે, નકારાત્મક પ્રચાર અને સોશ્યલ મીડીયા પર થતી ટીકાઓ દેશને વિકાસ અને સમૃદ્ધિ તરફ જતો અટકાવી નહીં શકે. આવો આપણે... વિકાસ અને સ્થિરતાના માર્ગદર્શને લઈ જઈએ.

આ સાથે તેઓએ જણાવ્યું હતું કે ઈંશા અલ્લાહ (પ્રભુની ઈચ્છા, લોકોના સહયોગ અને સમર્થનને લીધે પાકિસ્તાનની વિકાસ યાત્રામાં અવરોધ ઊભા કરનારાઓના પ્રયાસો નિષ્ફળ કરવામા છે. સાથે આર્થિક વિકાસની અનિવાર્યતા પર ભાર મુકતાં જન.મુજીદે કહ્યું કે આજના યુગમાં આર્થિક સ્થિરતા વિના પૂર્ણ આઝાદી શક્ય જ નથી આથી જ દેશનાં સમૃદ્ધિ અને વિકાસના માર્ગમાં વચ્ચે અવરોધો કે કોઈ અસ્થિરતા ચલાઈ નહીં લેવાય.

Gujarat