For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એઆઇ સ્ટાર્ટઅપ એન્થ્રોપિકમાં એમેઝોનનું રૂ.22923 કરોડનું રોકાણ

Updated: Mar 29th, 2024

Article Content Image

- ગયા સપ્ટે.માં રૂ.10419 કરોડનું રોકાણ કર્યુ હતું

- એન્થ્રોપિક ચેટજીપીટી બનાવનારી ઓપન એઆઈની હરીફ: જંગી રોકાણ પછી પણ કંપની લઘુમતી શેરધારક 

- એઆઈ સ્ટાર્ટઅપમાં એમેઝોનના રોકાણનો આંકડો ચાર અબજ ડોલરને પાર

ન્યૂયોર્ક : એમેઝોન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સ્ટાર્ટઅપમાં વધુ ૨.૭૫ અબજ ડોલર (રૂ. ૨૨,૯૨૩ કરોડ)નું રોકાણ કરશે. આ પહેલા એમેઝોન સપ્ટેમ્બરમાં તેમા ૧.૨૫ અબજ ડોલર (રુ. ૧૦,૪૧૯ કરોડ)નું રોકાણ કરી ચૂક્યું છે. આ સાથે એઆઈ સ્ટાર્ટઅપમાં એમેઝોનના રોકાણનું કુલ મૂલ્ય ૪ અબજ ડોલર (રુ.૩૩,૩૪૪ કરોડ) થઈ જશે. 

એમેઝોને આ રોકાણ સાથે ઓપનએઆઈની સર્જક ચેટજીપીટીની હરીફ સાન્ફ્રાન્સિસ્કો સ્થિત એેન્થ્રોપિકમાં તેનો લઘુમતી હિસ્સો જાળવી રાખશે. એમેઝોનની ક્લાઇડ કમ્પ્યુટિંગ સબસિડીઅરીના એડબલ્યુએસના ડેટા અને એઆઇ વાઇસ પ્રેસિડેન્ટ સ્વામી સિવસુબ્રમણ્યિને જણાવ્યું હતું કે જનરેટિવ એઆઈ આપણા સમયની સૌથી વધુ પરિવર્તનકારી ટેકનોલોજી છે. અમે માનીએ છીએ કે એન્થ્રોપિક સાથે અમારા વ્યૂહાત્મક સહયોગથી અમારા કસ્ટમર એક્સપીરિયન્સીસમાં સુધારો થશે અને અમે હવે તેની ભાવિ તરફ મીટ માંડતા રહીશું.

સીયેટલ સ્થિટ ટેક જાયન્ટે ગયા સપ્ટેમ્બરમાં એન્થ્રોપિકમાં ૧.૨૫ અબજ ડોલરનું રોકાણ કર્યુ હતુ અને નિર્દેશ આપ્યો હતો કે તે તેમા કુલ ૪ અબજ ડોલરનું રોકાણ કરવાની છે. બંને કંપનીઓ કથિત ફાઉન્ડેશન મોડેલ્સ સ્થાપવા સહયોગ કરી રહી છે, જે જે જનરેટિવ એઆઈ સિસ્ટમ્સના નેજા હેઠળ સ્થાપવામાં આવનારો છે અને તેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

આ ડીલ હેઠળ એન્થ્રોપિક એડબલ્યુએસને પ્રાઇમરી ક્લાઉડ પ્રોવાઇડર તરીકે ઉપયોગમાં લેશે અને એમેઝોનની કસ્ટમ ચિપ્સને એઆઇ મોડેલ્સ બનાવવા, તાલીમ આપવા અને ગોઠવવા માટે ઉપયોગમાં લેેશે. આમ તે એડબલ્યુએસ કસ્ટમર્સ પણ પૂરા પાડશે, જે મુખ્યત્વે કારોબારો હશે, જેમને એમેઝોન બેડરોક સર્વિસ નામના મોડેલ્સની એક્સેસ ઉપલબ્ધ હશે. બુધવારની જાહેરાતમાં એમેઝોને જણાવ્યું હતું કે ડેલ્ટા એરલાઇન્સ અને સીમેન્સ જેવી કંપનીઓ બેડરોકનો ઉપયોગ કરીને એન્થ્રોપિકના એઆઇ મોડેલ્સને એક્સેસ કરી રહી છે.

આ રોકાણ ઉદાહરણ છે કે કેવી રીતે મોટી ટેક જાયન્ટ કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ્સ પાછળ રોકાણ કરી રહી છે અનેઆ ટેકનોલોજીમાં લોકોના અને ધંધાકીય રસની વચ્ચે તેના પાછળ જંગી ખર્ચ કરી રહી છે. અગાઉ આ વર્ષે અમેરિકા એન્ટિટ્રસ્ટ રેગ્યુલેટર્સે જણાવ્યું હતું કે તેઓ આ રોકાણની સમીક્ષા કરશે. 

Gujarat