For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈરાનની પેરિસ કોન્સ્યુલેટમાં એક વ્યક્તિ વિસ્ફોટકો સાથે ઘૂસ્યો હોવાના સંદેશાથી દોડધામ

Updated: Apr 20th, 2024

ઈરાનની પેરિસ કોન્સ્યુલેટમાં એક વ્યક્તિ વિસ્ફોટકો સાથે ઘૂસ્યો હોવાના સંદેશાથી દોડધામ

Image Source: Twitter

ફ્રાંસની રાજધાની પેરિસ સ્થિત ઈરાનની કોન્સ્યુલેટમાં એક શંકાસ્પદ વ્યક્તિ ગ્રેન્ડ તેમજ વિસ્ફોટક ભરેલુ જેકેટ લઈને ઘૂસ્યો હોવાનો સંદેશો મળ્યા બાદ હડકંપ મચી ગયો હતો.

પોલીસે આ મામલામાં એક વ્યક્તિની અટકાયત કરી છે. જોકે આ વ્યક્તિ પાસેથી કોઈ હથિયાર કે વિસ્ફોટકો મળ્યા હોવાની વાતને પોલીસે હજી સુધી સમર્થન આપ્યુ નથી. પોલીસે ન્યૂઝ એજન્સીને જણાવ્યુ હતુ કે, 'કોન્સ્યુલેટમાં ઘૂસનાર વ્યક્તિની ઓળખ હજી થઈ શકી નથી અને તેણે કોઈ જગ્યાએ હથિયાર છુપાવ્યા છે કે નહીં તેની જાણકારી મેળવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.'

પોલીસે આગળ કહ્યુ હતુ કે, 'શુક્રવારે સવારે કોન્સ્યુલેટની બહાર આ વ્યક્તિ નજરે પડ્યો હતો અને તે કોન્સ્યુલેટમાં ઘૂસ્યો હોવાની જાણકારી અમને મળતા જ તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવી હતી અને આ વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હતો.'

ફ્રાંસની પોલીસનુ આ ઘટનાના કારણે ટેન્શન વધી ગયુ છે. કારણકે અત્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેવામાં કોન્સ્યુલેટમાં અજાણ્યા વ્યક્તિના ઘૂસી જવાની ઘટના બની છે.

Gujarat