For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાંગ્લાદેશમાં કાળઝાળ ગરમી, સ્કૂલ અને કોલેજ બંધ થતા ૩.૩ કરોડ સ્ટુડન્ટ પ્રભાવિત

બાંગ્લાદેશ ઉનાળા દરમિયાન ભયંકર ગરમીનો અનુભવ કરી રહયું છે.

૨૭ એપ્રિલ સુધી શાળા તથા કોલેજ બંધ રાખવા આદેશ અપાયો

Updated: Apr 25th, 2024

બાંગ્લાદેશમાં કાળઝાળ ગરમી, સ્કૂલ અને  કોલેજ બંધ થતા ૩.૩ કરોડ સ્ટુડન્ટ પ્રભાવિત

ઢાકા,૨૫ એપ્રિલ,૨૦૨૪,ગુરુવાર 

ભારતમાં ચુંટણીની સાથે ગરમીનો પારો વધી રહયો છે પરંતુ બાંગ્લાદેશમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા સ્કૂલ અને કોલેજ બંધ કરવાની ફરજ પડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૨૭ એપ્રિલ સુધી શાળા તથા કોલેજ બંધ રાખવામાં આવતા ૩.૩ કરોડ બાળકો પરેશાન જોવા મળે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી બાંગ્લાદેશ ઉનાળા દરમિયાન ભયંકર ગરમીનો અનુભવ કરી રહયું છે. ગત વર્ષ જુન મહિના સુધી કાળઝાળ ગરમી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી ઉનાળો સતત લંબાતો જાય છે. ઢાકાનું તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. 

Article Content Image

 વધતી જતી ગરમી અને પાણીની અછતના લીધે લોકોની હાલાકી વધી છે. નાના ટાઉન અને ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની માંગ વધવાથી પાવર કટનું પ્રમાણ વધી રહયું છે.  બાંગ્લાદેશમાં ગરમીનો  પારા વધવાથી બાળકોના ભણતર પર વિપરિત અસર પડી છે. ગીચ વસ્તી અને ગરીબી ધરાવતા બાંગ્લાદેશમાં આકરો ઉનાળામાંથી રાહત માટે લોકો વરસાદની આશા રાહી રહયા છે.

જળવાયુ પરિવર્તનની અસરના લીધે ગરમી અને ચોમાસામાં પુરની સ્થિતિ જોવા મળે છે. જળવાયુ પરિવર્તનથી આવતી કુદરતી આફતો ગરીબ દેશોના ગરીબોને વધુ ગરીબ બનાવે છે અને દુખદ રીતે સ્થળાંતર કરવા મજબૂર કરે છે. 

Gujarat