For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શરીરના આ અંગોમાં હંમેશા રહે છે પીડા? તો થઈ જજો ઍલર્ટ, વધી ગયું છે કૉલેસ્ટ્રોલ

Updated: Apr 23rd, 2024

શરીરના આ અંગોમાં હંમેશા રહે છે પીડા? તો થઈ જજો ઍલર્ટ, વધી ગયું છે કૉલેસ્ટ્રોલ
Image Envato 

High Cholesterol Warning Signs : હાઈ કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. આ અનેક રોગોનું મૂળ ગણાય છે. જેમ કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ, ટ્રિપલ વેસલ ડિસીઝ વગેરે. જો હાઈ કોલેસ્ટ્રોલને સમયસર કંન્ટ્રોલમાં ન કરવામાં આવે તો તે મોતનું કારણ પણ બની શકે છે.  પરંતુ દરેક કોલેસ્ટ્રોલ ખરાબ હોય છે એવુ પણ નથી. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ અનેક રોગોનું મૂળ કહેવામાં આવે છે, જ્યારે સારા કોલેસ્ટ્રોલ શરીરમાં કોષો બનાવવાનું કામ કરે છે.

જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય તો તમારે સાવધાન થઈ જવાની જરુર છે. જોકે, તેના કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ તમે તેને 'લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ' દ્વારા શોધી શકો છો. જેમા શરીરના કેટલાક ભાગોમાં દુખાવો અને બ્લડ ટેસ્ટ જાણી શકાય છે કે કોલેસ્ટ્રોલ વધ્યું છે કે નહી. 

ખરાબ કોલેસ્ટ્રોલથી થતું નુકસાન

લોહીમાં જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા લાગે છે ત્યારે ધમનીઓમાં બ્લોકેજની સમસ્યા શરૂ થવા લાગે છે. જેના કારણે હૃદય સુધી યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચતું નથી. અને આવી સ્થિતિમાં હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી જાય છે. 

શરીરના આ ત્રણ ભાગમાં દુખાવો એ ખરાબ કોલેસ્ટ્રોલની નિશાની

જ્યારે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઝડપથી વધવા લાગે છે, ત્યારે જાંઘ, હિપ્સ અને મસલ્સમાં દુખાવો શરૂ થાય છે. જેના કારણે શરીરમાં ખેંચાણ થવા લાગે છે. ધમનીઓમાં બ્લોકેજને કારણે હૃદય સુધી યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચી શકતું નથી. આ સાથે બ્લડ સર્કુલેશન પર અસર થાય છે.

આ ઉપરાંત પગનું બ્લડ સર્કુલેશન ખરાબ થાય છે, જેના કારણે શરીરમાં ઓક્સિજનની કમી થવા લાગે છે. અને જ્યારે શરીરમાં ઓક્સિજનની ઉણપ ઊભી થાય છે ત્યારે શરીરના વિવિધ અંગોમાં દુખાવો થવો સ્વાભાવિક છે. તેને પેરિફેરલ આર્ટરી ડિસીઝ (Peripheral Artery Disease) કહેવામાં આવે છે.

કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે પગમાં આ લક્ષણો જોવા મળે છે

  • પગના તળિયામાં તીવ્ર દુખાવો થવો 
  • પગ સુના પડી જવા
  • પગ ઠંડા પડી જવા 
  • પગના નખ પીળા પડવા
  • પગની આંગળીઓ-અંગૂઠામાં સોજો આવવો 
  • પગમાં કમજોરી આવવી
  • પગની ચામડીના રંગ બદલાવો

આ પ્રકારના લક્ષણો જોઈ શકાય છે. 

Gujarat