For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તૈયાર ભોજન ખાવાના શોખીનો ચેતજો! વધી જાય છે હાર્ટઍટેક અને સ્ટ્રોકનો ખતરો, પેકેજિંગ છે જવાબદાર

Updated: Mar 20th, 2024

તૈયાર ભોજન ખાવાના શોખીનો ચેતજો! વધી જાય છે હાર્ટઍટેક અને સ્ટ્રોકનો ખતરો, પેકેજિંગ છે જવાબદાર

Image Source: Freepik

અમદાવાદ, તા. 20 માર્ચ 2024 બુધવાર

સામાન્ય જન જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ વધુ થઈ રહ્યો છે. આ દવા અને સારવાર સહિત ઘરેલૂ સાધનોમાં પણ તેનો ઉપયોગ વધ્યો છે. ઉપયોગ કરવામાં આવેલા મોટાભાગના પ્લાસ્ટિકને ગ્રાહકો દ્વારા એક વખત ઉપયોગ બાદ ફેંકી દેવામાં આવે છે. આ પર્યાવરણ માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. સાથે જ આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું પણ કારણ બની ગયુ છે. તાજેતરમાં જ કરવામાં આવેલો અભ્યાસ જણાવે છે કે માઈક્રોપ્લાસ્ટિક અને નેનોપ્લાસ્ટિક હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે.

માઈક્રોપ્લાસ્ટિક અને નેનોપ્લાસ્ટિક શું છે

દરરોજ મોટી સંખ્યામાં પ્લાસ્ટિકને ફેંકી દેવામાં આવે છે. આ પ્લાસ્ટિક સૂક્ષ્મથી નેનો આકારમાં તૂટી જાય છે જે પર્યાવરણ અને મનુષ્ય બંને માટે નુકસાનદાયક હોઈ શકે છે. માઈક્રોપ્લાસ્ટિક્સ શબ્દ પ્લાસ્ટિકના ટુકડાનો ઉલ્લેખ કરે છે. જે ડાયામીટર 0.5 મિમીથી નાના હોય છે. આ લગભગ ચોખાના દાણાના બરાબર હોય છે.

નેનોપ્લાસ્ટિક્સ ખૂબ નાના હોય છે. આ માત્ર 100 નેનોમીટર કે તેનાથી પણ નાના હોય છે. ઘણા ઉત્પાદનો એટલે સુધી કે નળના પાણીમાં પણ માઈક્રોપ્લાસ્ટિક અને નેનોપ્લાસ્ટિક હાજર હોય છે. એક નવા અભ્યાસ અનુસાર તમે પાણીને ઉકાળીને પીવાથી માઈક્રોપ્લાસ્ટિકના પ્રમાણને ઘટાડી શકો છો.

ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે

એક અભ્યાસ અનુસાર માઈક્રોપ્લાસ્ટિકના સંપર્કથી અલગ-અલગ પ્રકારની ઝેરી અસરો ઉત્પન્ન થાય છે. જેમાં ઓક્સીડેટિવ સ્ટ્રેસ, મેટાબોલિક સિન્ડ્રોમ, ઈમ્યુનિટી રિએક્શન, ન્યૂરોટોક્સિસિટી જેવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. સાથે જ આ ડેવલપમેન્ટલ અને રિપ્રોડક્ટિવ હેલ્થને પણ અસર કરે છે. આ અસામાન્ય અંગ વિકાસ અને કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.

માઈક્રોપ્લાસ્ટિક્સ શું છે

માઈક્રોપ્લાસ્ટિક્સ વિભિન્ન સ્ત્રોતોમાંથી આવી શકે છે જેમાં મોટા પ્લાસ્ટિકના ટુકડા છે, જે તૂટી ગયા છે. પ્લાસ્ટિકની વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવતા રેજિન પેલેટ્સ, માઈક્રોબીડ્સ પણ હોઈ શકે છે. માઈક્રોબીડ્સ આરોગ્ય અને સૌંદર્ય ઉત્પાદનોમાં ઉપયોગ કરવામાં આવતા માઈક્રો પ્લાસ્ટિક છે. 

માઈક્રોપ્લાસ્ટિકના નુકસાન

મીઠા પાણીની ઈકોસિસ્ટમમાં માઈક્રોપ્લાસ્ટિક ફૂડ વેબને વિક્ષેપિત કરી શકે છે. આ એક્વેટિક એનિમલના આરોગ્ય પર નકારાત્મક અસર નાખી શકે છે. માઈક્રોપ્લાસ્ટિક્સ માનવ આરોગ્ય માટે પણ જોખમ પેદા કરી શકે છે. આ ફૂડ ચેનમાં પ્રવેશ કરી શકે છે. આ સંભવિત રીતે તે લોકોને નુકસાન પહોંચાડી શકે છે. જે દૂષિત સી ફૂડ કે દૂષિત પાણીનું સેવન કરે છે.

કોણ છે નેનોપ્લાસ્ટિક્સ

પ્લાસ્ટિક બેગ અને પેકેજિંગ માટે પોલીથીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પર્યાવરણમાં મળતા માઈક્રોપ્લાસ્ટિકનો સૌથી સામાન્ય પ્રકાર છે. આ પ્લાસ્ટિકની બોટલો માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. માનવ શરીર પર નેનોપ્લાસ્ટિક્સની ખૂબ વધુ પ્રતિકૂળ અસર પડે છે.

માઈક્રોપ્લાસ્ટિકની અપેક્ષાએ વધુ ટોક્સિક છે નેનોપ્લાસ્ટિક્સ

નેનોપ્લાસ્ટિક્સ માઈક્રોપ્લાસ્ટિકની અપેક્ષાએ વધુ ટોક્સિક હોય છે. તેમનો નાનો આકાર તેમને માનવ શરીરમાં પ્રવેશ કરવા માટે માઈક્રોપ્લાસ્ટિક્સની તુલનામાં વધુ અનુકૂળ બનાવે છે. નેનોપ્લાસ્ટિક્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી એન્ડોપ્લાજ્મિક રેટિકુલમ સ્ટ્રેસ, અનફોલ્ડેડ પ્રોટીન રેસ્પોન્સ અને ફેટ મેટાબોલિઝ્મ સિન્ડ્રોમ હોય છે. નેનોપ્લાસ્ટિક ઇન્ટ્રાવાસ્ક્યુલર ઈન્જેક્શન બાદ બ્લડ-બ્રેઈન બેરિઅરને પાર કરી શકે છે. આ મગજમાં જમા થઈ શકે છે.

પાણી ઉકાળવુ જરૂરી છે

સંશોધનકર્તાઓએ જાણ્યુ કે નળના પાણીથી જો નેનોપ્લાસ્ટિક્સ હટાવવુ હોય તો તેને ઉકાળવુ પહેલુ પગલુ છે. કેલ્શિયમ કે મેગ્નેશિયમ જેવા મિનરલથી ભરપૂર હાર્ડ પાણીને ઉકાળવાથી ચાક જેવા અવશેષ બને છે, જેને લાઈમસ્કેલ કે કેલ્શિયમ કાર્બોનેટ (CaCO3) તરીકે ઓળખવામાં આવે છે, જે પ્લાસ્ટિકને ફસાવી શકે છે. પછી તેને પ્રમાણભૂત કોફી ફિલ્ટર અથવા સ્ટેનલેસ સ્ટીલ ફિલ્ટરથી પાણીથી કાઢવામાં આવી શકે છે.

Gujarat