For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Food For Weight Loss: આ 5 ગ્રીન ફૂડના સેવનથી સ્થૂળતા ઘટાડવામાં મળે છે મદદ

Updated: Mar 26th, 2024

Food For Weight Loss: આ 5 ગ્રીન ફૂડના સેવનથી સ્થૂળતા ઘટાડવામાં મળે છે મદદ

Image Source: Freepik

અમદાવાદ, તા. 26 માર્ચ 2024 મંગળવાર

સ્થૂળતા લાંબા સમય સુધી ચાલનારી કોમ્પ્લેક્સ ડિસીઝ છે, જે હેલ્થને બગાડવાનું કામ કરે છે. જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, અમુક પ્રકારના કેન્સરના જોખમની સાથે જ બોન હેલ્થ અને રિપ્રોડક્શન ગંભીર રીતે અસર થઈ શકે છે. દરમિયાન શરીરમાં જામેલી ચરબીને ઝડપથી ઘટાડવાના ઉપાય કરવા ખૂબ જ જરૂરી હોય છે.

સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે એક્સરસાઈઝની સાથે હેલ્ધી ડાયટ અને એન્ટી ઓબેસિટીવાળા ફૂડ્સ ખાવા જરૂરી હોય છે. આ ફેટને ઘટાડવાની સૌથી હેલ્ધી અને નેચરલ રીત હોય છે. દરમિયાન જો તમે સતત વધતા વજનથી પરેશાન છો તો એક્સેસ ફેટને ઘટાડવા માગો છો તો આ 5 ફૂડ્સ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

લીલા મરચા

સ્ટડી અનુસાર લીલા મરચાં ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળી શકે છે. આ ફેટ મેટાબોલિઝમને ઈમ્પ્રૂવ કરે છે. દરમિયાન દરરોજ 2-3 લીલા મરચાં ખાવા વજન ઘટાડવા માટે ખૂબ લાભદાયી સાબિત થાય છે.

મગની દાળ

મગની દાળમાં વિટામિન એ, બી, સી અને ઈ હોય છે. આ સિવાય આમાં કેલ્શિયમ, આયર્ન, ફાઈબર અને પ્રોટીન ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. જેનાથી વેટ લોસમાં તેને ખાવાથી મદદ મળે છે. 

ઈલાયચી

ઈલાયચી ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. આ સાથે જ આ ડાઈઝેશનમાં પણ ખૂબ મદદરૂપ હોય છે. તેથી વેટ લોસ કરી રહેલા લોકો ઈલાયચીનું નિયમિત સેવન જરૂર કરવુ જોઈએ. 

મીઠો લીમડો

મીઠા લીમડામાં એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી-ઓબેસિટી ગુણ હોય છે. દરમિયાન તેના સેવનથી વેટ લોસમાં મદદ મળવા સિવાય શરીર ડિટોક્સ પણ હોય છે.

ગ્રીન ટી

ગ્રીન ટી વેટ લોસ માટે ફેમસ ડ્રિન્ક છે. જોકે આના સેવનથી માત્ર વેટ લોસ થતો નથી પરંતુ આ ફેટ બર્ન કરવામાં ખૂબ અસરકારક રીતે કામ કરે છે. આને દરરોજ પીવાથી મેટાબોલિઝ્મ વધવાની સાથે ભૂખ ઓછી લાગે છે. 

Gujarat