For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

World Autism Awareness Day: કોવિડ બાદ બાળકોમાં ઓટિઝમ વધ્યું, 100માંથી સરેરાશ એકને સમસ્યા

Updated: Apr 2nd, 2024

World Autism Awareness Day: કોવિડ બાદ બાળકોમાં ઓટિઝમ વધ્યું, 100માંથી સરેરાશ એકને સમસ્યા

World Autism Awareness Day: કોરોનાને ચાર વર્ષ વીતી ચૂક્યા છે પણ તેની આડઅસર આજે પણ કોઈને કોઈ રીતે જોવા મળી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં ઓટીઝમ ધરાવતા બાળકોનું પ્રમાણ પણ ચિંતાજન ચિંતાજનક રીતે વધી રહ્યું છે. હજુ થોડા વર્ષ અગાઉ ભારતમાં પ્રતિ 150માંથી એક બાળકને ઓટીઝમની સમસ્યા હતી. જેની રખામણીએ હવે પ્રતિ 100માંથી એક બાળકમાં આ સમસ્યા જોવા મળી રહી છે. અમેરિકામાં તો વધારે ચિંતાજનક સ્થિતિ છે જ્યાં 32માંથી એક બાળકને ઓટીઝમાં જાગૃતિ આવે છે. ઓટિઝમ વિશે લોકોમાં જાગૃતિ આવે માટે દર વર્ષે બીજી એપ્રિલની ઉજવણી 'વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે' તરીકે કરવામાં આવે છે. તેની સૌ પ્રથમ ઉજવણી 2008માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ ઓટિઝમ ધરાવતા લોકોના જીવન સ્તરને સુધારવાનું હોય છે જેથી તેઓ સમાજના મહત્ત્વના અંગ તરીકે જીવન ગાળી શકે. આધુનિક વિજ્ઞાને તમામ ન્યુરોલોજિકલ તથા અન્ય બીમારીઓના ઉકેલ શોધવાની દિશામાં પ્રગતિ કરી છે. આજે ઘણી બીમારીઓના ઈલાજ હાજર છે અને આ કેટેગરીમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી) પણ સામેલ છે.

ઓટીઝમથી સાજા થવામાં શિસ્તબદ્ધ ડાયેટ પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા 

ઓટીઝમના લક્ષણો જણાય તો જેટલી ઝડપથી સારવાર કરાવવામાં આવે તેટલી ઝડપથી બાળકની સાજા થવાની સંભાવના વધી જાય છે. ઓટીઝમથી સાજા થવામાં શિસ્તબદ્ધ ડાયેટ પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેમ જણાવતાં હોમિયોપેથિક ડોક્ટકે ઉમેર્યુંકે, ‘ઓટિઝમ ગ્રસ્ત બાળકના વાળ, લોહી, અને પેશાબનો રિપોર્ટ કરવામાં આવે તો પ્રમાણમાં સીસુ, પારો, કેડમીયમ ભારે - ધાતુ શરીરમાં પ્રસરેલા જોવા મળે છે, હોમીયોપેથીક સારવારથી આ હેવી મેટલનું પ્રમાણ ઘટાડી શકાય છે. ઓટીસ્ટીક બાળકોમાં ફંગસ તેમજ પાચનક્રિયાની તકલીફ જોવા મળે છે તો ઉપરોક્ત નાબુદ કરવા તેમજ પાચનક્રિયા સારી થાય તેના માટે ટે હોમિયોપેથીક દવાર વા સાથે દૂધ અને તેની બનાવટ અને ઘઉં અને તેની બનાવટ આવા બાળકોને બંધ ઉપરોક્ત બીમારીમાં ફાયદો જોવા મળે છે, વધારે પડતો ગળ્યો ખોરાક ઓટીઝમ ગ્રસ્ત બાળકને નુકસાનકારક છે.”

નિષ્ણાંત ડોક્ટર્સની મદદ લઇને સારવાર શરૂ કરાવી શકાય

જો બાળકમાં કોઈપણ સારવારથી 120થી 150 દિવસ દરમિયાન સુધારો જોવા મળે નહીં તો સમય વેડફ્યા વિના બાળકનો જીનેટિક ટેસ્ટ, મેટાબોલિક ડિસઓર્ડર્સનો ટેસ્ટ કરાવીને નિષ્ણાંત ડોક્ટર્સની મદદ લઇને સારવાર શરૂ કરાવી શકાય છે. નિદાન થવાની સાથે ઓટીઝમના લક્ષણો જણાય તો બાળકને ગ્લુટનફી કેસિન ફ્રી ડાયટ વિથ સુગર ફી ખોરાક શરૂ કરવો જોઈએ. પ્રાણીજન્ય દૂધની બનાવટ જેમ કે દૂધ દહીં-છાસ-ચીઝ-બટર-મિલ્ક પાવડર બંધ કરાવો. તેના સ્થાને બદામનું દૂધ કે કોકોનટ મિલ્ક આપવું. ઘઉં અને જવની બનાવટો જેમ કે રોટલી-ભાખરી-બિસ્કિટ-બ્રેડ-પેસ્ટ્રી સદંતર બંધ કરવા જોઈએ. ચોખાની રોટલી તેમજ ચોખાની સાથે બધા શાકભાજી-કઠોળ આપવા, ખાંડ-ગોળ-મધનું ગળપણ 75 ટકા સુધી ઘટાડવાથી ઓટીઝમના બાળકોમાં સુધારો આવે છે.

ઓટીઝમનું નિદાન કઈ રીતે થઈ શકે છે...

સીટી સ્કેન, એમઆરઆઈ, પેટ સ્કેન કે અન્ય કોઈ બ્લડ કે યુરીન રીપોર્ટથી ઓટીઝમ છે કે કેમ તે જાણી શકાતું નથી. ઓટીઝમ ચકાસવા બે તબક્કા છે. પ્રથમ તબક્કામાં બાળકનો શારીરિક-માનસિક વિકાસ તેની ઉંમર પ્રમાણે થઈ રહ્યો છે કે કેમ તે જાણવા માટે બાળકની શીખવાની ક્ષમતા-તેની બોલવાની રીતનો અભ્યાસ કરીને તેને એમ-ચાટ, એએસયુ જેવા ( ટેસ્ટ સાથે સરખાવાય છે. આ પ્રકારના ટેસ્ટ ૧૮ માસથી ૩૯ માસના બાળકમાં થાય છે. તબક્કામાં નિદાન આ રાગના નિષ્ણાત ડોક્ટર જેમ કે ડેવલોપમેન્ટલ પીડિયાટ્રિશિયન, બાળકના જ્ઞાન તંતુ નિષ્ણાંત કે

ઓટીઝમ : બાળકોમાં જોવા મળતાં લક્ષણો

• ૧૮થી ૨૪ મહિનાની ઉંમર થવા છતાં બાળક કોઈ પણ સામે નજરથી નજર મિલાવે નહીં. બોલતા ફાવે નહીં કે થોડા શબ્દોથી આગળ બોલે નહીં અથવા બાળક બેથી વધારે શબ્દ બોલતો હોય તો અચાનક બોલવાનું બંધ કરે.

• રમકડાની કારનું ફરતું વ્હીલ તેમજ પંખો જેવી ગોળ ફરતી વસ્તુને લાંબા સમય સુધી જોયા કરે.

• એક-એક જગ્યાએ ગોળ ફરે, કુદકા મારે, ચીસો પાડે, પોતાના હાથની આંગળીઓ હલાવીને તેને જોયા કરે. કોઇ પણ પ્રકારના ભય વગર રસ્તા-અગાશીમાં દોડતો રહે.

• કોઈ એક વસ્તુ-રમકડાં સાથે લાંબો સમય રમ્યા કરે. 

• કારણ વગર હસવું, વધારે પડતું રડવું.

• કૂકરની વ્હિસલનો અવાજ, ગાડીનો હોર્ન, ફટાકડાનો એવાજ, મીક્ષર-ગ્રાઈન્ડરનો અવાજ સાંભળી પોતાના કાન પર હાથ રાખે કે ડરીને સંતાવવાનો પ્રયાસ કરે. 

• સોફા, પથારી કે ટ્રેમ્પોલિન પર સતત કુદકા મારવાને હાથની આંગળી હલાવીને ચીસો પાડવી.

• ઓટીઝમ ધરાવતા મોટાભાગના બાળકોમાં પઝલ સોલ્વ કરવી, બધી જ વસ્તુની જગ્યા યાદ રાખવી, ફોટોગ્રાફીક મેમરી જોવા મળે છે.

ઓટીઝમ કયા કારણોથી થાય છે....

 ઓટીઝમ થવા અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી શોધી શકાયું નથી. અમેરિકા ખાતે ગત મહિને યોજાયેલી કોન્ફરન્સમાં આ મુજબના તારણો પર તજજ્ઞો આવ્યા હતા.

• વધતું જતું પ્રદૂષણ. 

• જીનેટિક કારણો સાથે માતાના ગર્ભમાં રહેલું ક્રોનિક ઈન્ફેક્શન જે બાળકના માનસિક વિકાસને અસર કરે છે. જેમકે, ટોર્ચ ઈન્ફેક્શન અને ટીબી. 

• અતઃસ્ત્રાવી ગ્રંથના સ્ત્રાવમાં ફેરફારને કારણે જેમકે થાઈરોડ ગ્રંથીની બિમારી, હોર્મોનલ થેરાપી.

• પાણીમાં જોવા મળતું ઈન્સેક્ટીસાઈડ, પેસ્ટીસાઈડ્સનું વધારે પ્રમાણ.

• સેરોટોનીન અને ન્યૂરોટ્રાન્સમીટરને લગતી બીમારી.

Article Content Image

Gujarat