For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં આ બીમારીને કારણે દર વર્ષે 2 લાખ લોકો મૃત્યુ પામી રહ્યા છે, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Updated: May 4th, 2024

ભારતમાં આ બીમારીને કારણે દર વર્ષે 2 લાખ લોકો મૃત્યુ પામી રહ્યા છે, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Asthma Deaths Report Warns: ભારતમાં દર વર્ષે 2 લાખ લોકો અસ્થમાના કારણે મૃત્યુ પામે છે. એવામાં ડોક્ટર્સ કહેવું છે કે હવે એવી સારવારો છે જે એટલી અસરકારક અને સલામત છે કે જેથી વ્યક્તિ લગભગ સામાન્ય જીવન જીવી શકે છે. તેના માટે  વહેલું નિદાન અને સારવાર કરવા ખૂબ જ જરૂરી છે. 

વિશ્વમાં અસ્થમાના કારણે થતા મૃત્યુમાં ભારતનો ભાગ 46 ટકા 

ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ 2021ના રિપોર્ટ મુજબ, વૈશ્વિક સ્તરે અસ્થમાના કારણે થતા મૃત્યુમાં ભારતનો હિસ્સો 46 ટકા છે. જે વર્ષ 2019ના રિપોર્ટ કરતાં 43 ટકા વધુ છે. જો તાજેતરના રિપોર્ટ ધ્યાનમાં લેવામાં આવે તો ભારતમાં અસ્થમાના 90 ટકાથી વધુ દર્દીઓ શ્વાસમાં લેવાતી કોર્ટીકોસ્ટેરોઈડ્સનો ઉપયોગ કરતા નથી. તેમજ તેઓ માત્ર બ્રોન્કોડિલેટર દવાઓ મૌખિક રીતે અથવા શ્વાસ દ્વારા લે છે, જે વધુ પીડા અને મૃત્યુનું કારણ બને છે.

શા માટે અસ્થમાનું ખરાબ નિદાન થાય છે?

અસ્થમા એ અનુવાંશિક રોગ છે જે પરિવારોમાં ચાલે છે, પરંતુ વાયુ પ્રદૂષણના કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. શ્વાસની તકલીફ એ સામાન્ય લક્ષણ હોવા છતાં, ઉધરસ, વહેતું નાક, છીંક જેવા અન્ય સામાન્ય લક્ષણો છે. 

અસ્થમાના દર્દીઓ વારંવાર ઉધરસની ફરિયાદ કરે છે, જે રાત્રે વધુ સામાન્ય છે, જેના કારણે તેઓ જાગી જાય છે અને સખત કામ કરતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

બાળકો સામાન્ય રીતે જલ્દી અસ્થમાથી પીડાઈ શકે છે. હકીકતમાં અસ્થમાના 50 ટકા દર્દીઓ તો બાળકો છે. જો કે, સ્પિરૉમેટ્રીની ઍક્સેસના અભાવને કારણે ભારતમાં અસ્થમાનું નિદાન ઓછું થાય છે.

ગ્લોબલ અસ્થમા નેટવર્ક (GAN) અભ્યાસ, જે 6-7 વર્ષની વયના 20,084 બાળકો, 13-14 વર્ષની વયના 25,887 બાળકો અને ભારતમાં નવ જુદા જુદા સ્થળોએથી 81,296 માતા-પિતા પર હાથ ધરવામાં આવ્યો હતો, તેમાં જાણવા મળ્યું હતું કે 82 ટકા કિસ્સાઓમાં અસ્થમાનું નિદાન ઓછું થયું હતું. ગંભીર અસ્થમા ધરાવતા લોકોમાં પણ, 70 ટકાનું નિદાન થયું નથી.

અસ્થમા માટે સારવાર

અસ્થમા માટે સૌથી અસરકારક અને સલામત સારવાર એ કોર્ટીકોસ્ટેરોઇડ છે જે બ્રોન્કોડિલેટર સાથે, ઇન્હેલર અથવા મીટર્ડ ડોઝ ઇન્હેલર દ્વારા આપવામાં આવે છે. જેના કારણે મૃત્યુનું પ્રમાણ અટકે છે અને અસ્થમાના લક્ષણો પણ ઓછા જોવા મળે છે. 

તેમ છતાં GAN અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું કે માત્ર 5 ટકા બાળકો અને અસ્થમા ધરવતા 10 ટકા પુખ્ત વયના લોકો આ દવાઓનો ઉપયોગ કરતા હતા. અસ્થમાની સારવાર માટે સૌથી સલામત, ઝડપી અને અસરકારક રીત છે કે દવાઓ શ્વાસ દ્વારા લેવામાં આવે. 

ગેરમાન્યતાઓ દૂર કરવી ખૂબ જ જરૂરી 

અસ્થમા સાથે સંકળાયેલી ઘણી ગેરમાન્યતાઓ છે, જેમ કે- અસ્થમા એક ચેપી રોગ છે અને તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે, શ્વાસ દ્વારા લેવામાં આવતી દવાઓ ખૂબ જ જોખમી છે. જે ખરેખર ખોટી માન્યતાઓ જ છે. 

Article Content Image

Gujarat