For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચિંતાજનક: 61 ટકા લોકોને 6 કલાકની ઊંઘ પણ નથી આવતી, કોરોના પછી વધી ગઈ સમસ્યા

Updated: Mar 16th, 2024

ચિંતાજનક: 61 ટકા લોકોને 6 કલાકની ઊંઘ પણ નથી આવતી, કોરોના પછી વધી ગઈ સમસ્યા

Image Source: Freepik

અમદાવાદ, તા. 16 માર્ચ 2024 શનિવાર

સ્વાસ્થ્ય નિષ્ણાતોએ શુક્રવારે વર્લ્ડ સ્લીપ ડે ના અવસરે ભારતમાં લોકોમાં વધતી અનિદ્રાની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે અનિદ્રાની વધતી સમસ્યાના કારણે મોટા પાયે લોકોમાં હૃદય અને મગજ સાથે જોડાયેલી ઘણા પ્રકારની આરોગ્ય સમસ્યાઓ જોવા મળી રહી છે. વર્લ્ડ સ્લીપ ડે દર વર્ષે 15 માર્ચે મનાવવામાં આવે છે જેથી લોકોની વચ્ચે અનિદ્રાની સમસ્યાને લઈને જાગૃતતા પેદા કરવામાં આવી શકે અને આ સાથે જ તેમને પોતાના સ્વાસ્થ્ય વિશે પણ જાગૃત કરવામાં આવી શકે. આ વર્ષ સ્લીપ ડે નો વિષય વૈશ્વિક સ્વાસ્થ્ય માટે સ્લીપ એક્વિટી છે.

અનિદ્રાની સમસ્યાને લઈને સર્વે

સાત કલાક સૂવુ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. જો તમે સાત કલાક નહીં સૂવો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર હાનિકારક અસર પડશે. આ તમને શારીરિક અને માનસિક બંને રીતે પ્રભાવિત કરી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર વિશ્વ સમુદાય પર ભારતમાં લોકોની વચ્ચે અનિદ્રાની સમસ્યા ઝડપથી વધી રહી છે. લોકસ સર્કિલ્સ નામનું પ્લેટફોર્મ પર વર્લ્ડ સ્લિપ ડે ના અવસરે અનિદ્રાની સમસ્યાને લઈને સર્વે કરવામાં આવ્યો, જેમાં આ વાત સામે આવી કે લોકોમાં અનિદ્રાની સમસ્યા ઝડપથી વધી રહી છે. સર્વેમાં એ પણ સામે આવ્યુ કે 61 ટકા લોકો 6 કલાકથી ઓછી ઊંઘ લે છે. સર્વેમાં સામે આવ્યુ છે કે ગત બે વર્ષોમાં ભારતીયોની વચ્ચે ઊંઘ ન આવવાની સમસ્યા વ્યાપક સ્તરે વધી છે. આંકડા અનુસાર 2022માં આ 50 ટકા હતુ જે હવે વધીને 55 ટકા થઈ ગયુ છે.

ભારતમાં ઝડપથી લોકોની વચ્ચે અનિદ્રાની સમસ્યા વધી રહી છે. આ પાછળનું કારણ તેમની જીવનશૈલી અને તેમનુ દબાણ છે. વિશ્વ સ્તરે ઊંઘની ઉણપનું પુનઃમૂલ્યાંકન કરવુ મહત્વપૂર્ણ છે. બિન-સંચારી રોગોને રોકવા અને માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય જાળવવામાં તેની ભૂમિકાને ઓળખવી પણ મહત્વપૂર્ણ છે.

અનિદ્રાથી લોકોમાં હૃદયની સમસ્યા વધી શકે છે. બ્લડ પ્રેશરની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. સામાન્ય રીતે રાત્રે લોહીનું દબાણ 10થી 20 ટકા ઘટી જાય છે પરંતુ અનિદ્રા સાથે આવુ હોતુ નથી. આનાથી રાત્રે લોહીનું દબાણ વધી જાય છે. જે સીધુ હૃદય સંબંધી ઘટનાઓ સાથે જોડાયેલુ હોય છે.

7 કલાકની ઊંઘ જરૂરી

તેમણે કહ્યુ કે ઊંઘથી વંચિત વ્યક્તિઓમાં ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને ખાણીપીણીની ખરાબ ટેવો વિકસિત થવાની શક્યતા વધુ હોય છે. તેથી આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે 7 કલાકની પૂરતી અને સારી ઊંઘ જરૂરી છે. ખરાબ ઊંઘ અને ડિજિટલ સાધનોના વધુ ઉપયોગથી શારીરિક અને માનસિક બંને પ્રકારની અસર ઊભી થઈ શકે છે. આપણે ઊંઘને અવગણી શકતા નથી. જે એક સરેરાશ વ્યક્તિના જીવનકાળનો એક તૃતીયાંશનો ભાગ લે છે.

આ સિવાય ઊંઘની ઉણપ પ્રારંભિક ઉન્માદથી પણ જોડાયેલી છે. જે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના સ્મૃતિ, એકાગ્રતા, રચનાત્મકતા અને સમસ્યા-સમાધાન ક્ષમતાઓ બંનેને અસર કરે છે. તેમણે આઈએએનએસે જણાવ્યુ, તેનાથી અનિયમિત મૂડ સ્વિંગ અને ચિંતા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી શકે છે અને સંભવિત રીતે ડિપ્રેશન થઈ શકે છે.

Gujarat