For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિજ્ઞાનીઓએ 13 નવા પ્રકારના પેપિલોમા વાયરસ શોધ્યા, જેનાથી કેન્સરનો વધી શકે છે ખતરો

Updated: Apr 7th, 2024

વિજ્ઞાનીઓએ 13 નવા પ્રકારના પેપિલોમા વાયરસ શોધ્યા, જેનાથી કેન્સરનો વધી શકે છે ખતરો

Papillomavirus: છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે થનારી બીમારીનો ખતરો જોવામાં આવી રહ્યો છે. ચાર વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે, તેમ છતા કોરોના વાયરસનો વૈશ્વિક ખતરો ક્યારે ઓછો થશે તે અંગે નિષ્ણાતોને સ્પષ્ટ માહિતી નથી. વૈશ્વિક સ્તરે જાહેર આ સંક્રામક રોકના ખતરા વચ્ચે વિજ્ઞાનીઓની ટીમે કેટલાક વધુ સંક્રમણ અંગે તમામ લોકોને અલર્ટ રહેવાની સલાહ આપી છે.

હાલમાં જ કરાયેલા રિસર્ચના રિપોર્ટમાં વિજ્ઞાનીઓએ 13 નવા પ્રકારના પેપિલોમા વાયરસને શોધ્યા છે. નિષ્ણાતોએ કહ્યું કે, તેમાંથી કેટલાક માણસો માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો ખતરો વધારનારા હોઈ શકે છે. પેપિલોમા વાયરસને એચપીવીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેમાં માણસો અને પ્રાણીઓ સહિત અલગ અલગ પ્રકારની પ્રજાતિઓમાં સંક્રમણ ફેલાવાનું જોખમ રહે છે. એરિજોના સ્ટેટ યુનિવર્સિટીના શોધકર્તાઓએ અન્ટાર્કટિકામાં શોધ દરમિયાન આ નવા વાયરસ મળી આવ્યા છે.

અત્યાર સુધી 100થી વધુ હ્યુમન પેપિલોમા વાયરસ મળી આવ્યા છે

અત્યાર સુધીમાં 100 કરતાં વધુ હ્યુમન પેપિલોમા વાયરસની ઓળખ કરવામાં આવી છે. રિસર્ચમાં કેન્સર સાથે આ વાયરસના જોડાણના આધારે તેને ઓછા અને ઉચ્ચ જોખમના પ્રકારોમાં વર્ગીકૃત કર્યા છે. વિજ્ઞાનીઓએ કહ્યું, 'વાયરસ દરેક જગ્યાએ છે. ચિત્તા સીલ, વેડેલ સીલ અને એન્ટાર્કટિક ફર સીલમાંથી પેશીના નમૂનાઓનું વિશ્લેષણ કર્યું અને પેપિલોમા વાયરસના 13 નવા પ્રકારો ઓળખ્યા, જેમાંથી 11 સંપૂર્ણપણે નવા છે.

નવા વાયરસથી કેન્સરના ખતરાની પણ આશંકા

વાયરોલોજી જર્નલમાં પ્રકાશિત રિસર્ચના રિપોર્ટ અનુસાર, શોધ કરાયેલા વાયરસમાંથી 9માં HPV16 અને HPV18 જેવા સંભાવિત રૂપથી કેન્સરકારક જીન્સની ઓળખ કરાઈ છે. આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું કે, પેપિલોમા વાયરસના કારણે ગુપ્તાંગો પર સૌથી વધુ અસર જોવા મળે છે. કેટલાક પ્રકારના પેપિલોમા વાયરસ ઉચ્ચ જોખમ વાળા જોવા મળ્યા છે, જેના કારણે સર્વાઇકલ કેન્સરનું જોખમ વધી જાય છે.

HPV વાયરસ જેનાથી ગુપ્તાંગોમાં સંક્રમણનો ખતરો રહે છે, તે મુખ્ય રીતે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) ને કારણે ફેલાય છે.

શું કહે છે રિસર્ચના લેખક?

આ રિસર્ચના મુખ્ય લેખક મેલાની રેગની અને તેમની ટીમે વાયરસના જીનોમ સિક્વેન્સિંગમાં તેના કારણે થનારી સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમને લઈને લોકોને અલર્ટ કર્યા છે.

આ પહેલા આ વર્ષે વિજ્ઞાનીઓએ આર્કટિક અને અન્ય જગ્યાઓ પર બરફની ટોચની નીચે દબાયેલા વાયરસથી ઉત્પન્ન થનારા ખતરા અંગે ચેતવણી આપી હતી. તેમણે અલર્ટ કર્યા હતા કે આર્કટિક પર્માફ્રૉસ્ટના ઓગળવાથી જોંબી વાયરસ નીકળી શકે છે અને આ દુનિયાભર માટે એક ભયંકર સ્વાસ્થ્ય ઈમરજન્સી થઈ શકે છે.

Gujarat