For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં અહીં મતદાન મથક 7 કિલોમીટર દૂર ખસેડાયો,ગુસ્સામાં મતદારોની બહિષ્કારની ચેતવણી

Updated: May 2nd, 2024

ગુજરાતમાં અહીં મતદાન મથક 7 કિલોમીટર દૂર ખસેડાયો,ગુસ્સામાં મતદારોની બહિષ્કારની ચેતવણી

Lok Sabha Elections 2024 | વેણીદાસના મુવાડા અને રાયણના મુવાડાના ૪૦૦થી વધુ મતદારો અત્યારસુધી ખડગોદરા મતદાન મથકે મત આપતા હતા. પરંતુ ચૂંટણી તંત્ર દ્વારા સાત કિલોમીટર દૂર મતદાન મથક ખસેડી દેતા બંને ગામના મતદારો રોષે ભરાયા છે. ગ્રામજનોએ મતદાન બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.

ઠાસરા તાલુકામાં આવેલા ખડગોદરાના પેટા ગામ વેણીદાસના મુવાડા અને રાયણના મુવાડાના ૪૦૦થી વધુ મતદારો માટે ખડગોદરા ખાતે મતદાન મથક આવેલું હતું. પરંતુ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે ચૂંટણી તંત્ર દ્વારા આ મતદાન મથકને સાત કિલોમીટર દૂર બાલાસિનોર તાલુકાના વડદલા ગામે એમપી વસાહત ખાતે ખસેડવામાં આવ્યું છે. ત્યારે મતદારોની માંગણી વિરૂદ્ધ મતદાન મથક ફેરવવામાં આવતા બંને ગામોના ૪૦૦થી વધુ મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.

એમપી વસાહતના નવા મતદાન મથકે જવા માટેનો રસ્તો ખખડધજ છે. તેમજ મરજી વિરૂદ્ધ મતદાન મથક ફેરવી દેવાતા બંને ગામના મતદારો મતદાન બહિષ્કાર કરવાના હોવાની લેખિત રજૂઆત ગ્રામજનો ગુરુવારે ઠાસરા મામલતદાર, પ્રાંત અધિકારી અને ખેડા જિલ્લા કલેક્ટરને કરવાના છે.  

Article Content Image

Gujarat