For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'કોઈ મુસ્લિમ ભલે મત ન આપે પણ મારા ઘરે આવ્યા બાદ ક્યારેય...', નીતિન પટેલનો બળાપો

Updated: Apr 25th, 2024

'કોઈ મુસ્લિમ ભલે મત ન આપે પણ મારા ઘરે આવ્યા બાદ ક્યારેય...', નીતિન પટેલનો બળાપો

Lok Sabha Elections 2024 | ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણીના સમયમાં હમણાં કોઈને કોઈ નેતા પર રોષ ઠાલવતા જોવા મળી રહ્યાં છે. આજે તેમણે કાર્યાલય ખોલવા પર સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે માત્ર પાટીયાં લગાવી દેવાથી કાર્યાલય બની જતું નથી.

તેમના વતન કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે હું 20 વર્ષ મંત્રી રહ્યો છું પણ બે પાંચ દિવસથી વધારે ગાંધીનગરના સરકારી બંગલે રોકાયો નથી. આટલા વર્ષોમાં મને રજૂઆતના કાગળો મળ્યાં છે અને લાખોની સંખ્યામાં મેં જવાબ આપેલા છે.

તેમણે કહ્યું કે કોઇ મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથી. હું મારી કેરિયરમાં કડીથી અપડાઉન કરતો હતો. મને દોડાદોડી કરવાનો કે પેટ્રોલ બાળવાનો શોખ ન હતો પરંતુ કાર્યકરોનું કામ ઘરે બેઠાં ખર્ચ વિના થઈ શકે તે માટે હું કડી આવતો હતો. મારી ઘરવાળીએ એક લાખ કપ ચાય મુલાકાતીઓને પિવડાવી હશે.

ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે જ તેમણે કહ્યું કે કાર્યાલયનું પાટીયું લટકાવી દેવાય, એવું ન જોઈએ. કાર્યકરોના કામો પણ થવા જોઈએ. કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય. હારતા, જીતતા કે સરકાર બન્યા પછી પણ આપડે કાર્યાલયો બનાવ્યા છે. હું બડાઈ મારતો નથી પણ ફરક બતાવવા કહી રહ્યો છું.

Article Content Image

Gujarat