For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નક્સલો સામેના સૌથી મોટા ભાવનગરનો જવાન પણ ઓપરેશનમાં સામેલ, 29 નક્સલ ઠાર કરાયા હતા

Updated: Apr 19th, 2024

નક્સલો સામેના સૌથી મોટા ભાવનગરનો જવાન પણ ઓપરેશનમાં સામેલ, 29 નક્સલ ઠાર કરાયા હતા

Special Operation in Chhattisgarh: છત્તીસગઢમાં થોડા દિવસો પૂર્વે નક્સલો (Naxalism) સામે સૌથી મોટા ઓપરેશનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. નક્સલો સામેના આ મોટા ઓપરેશનમાં બીએસએફના 150થી વધુ જવાનો જોડાયા હતા. જેમાં ભાવનગર જિલ્લાના ખદરપર ગામના વતની વાસુદેવસિંહ ગોહિલ નામના જવાન પણ છત્તીસગઢમાં ચાલેલા આ ઓપરેશનમાં હતા. નક્સલો સામેના આ મોટા ઓપરેશનમાં ખદરપર ગામનો દીકરો સહભાગી થયો તેના પર આજે સમગ્ર ગામ અને તેમનો પરિવાર ગર્વ કરે છે.

છત્તીસગઢમાં 29 નક્સલોનો સફાયો

છત્તીસગઢના કાંકેરમાં નક્સલો સામે સૌથી મોટા ઓપરેશનમાં 29 નક્સલનો સફાયો કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં ભાવનગર જિલ્લાના ખદરપર ગામના બીએસએફના જવાન વાસુદેવસિંહ ગોહિલ જોડાયા હતા. વર્ષ 2012માં બીએસએફમાં જોડાયેલા વાસુદેવસિંહ જુદા જુદા સ્થળોએ ફરજ બજાવ્યા બાદ હાલ તેઓ છત્તીસગઢમાં ફરજ બજાવે છે. 

વાસુદેવસિંહ ગોહિલે પોતાનો અનુભવ જણાવ્યો

વાસુદેવસિંહ ગોહિલે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે,'નક્સલોના કેમ્પના ઈનપુટ્સ મળ્યા બાદ 16મી એપ્રીલે વહેલી સવારે 4 વાગ્યે બીએસએફ અને એક ડીઆરજીની ટીમ ઓપરેશન માટે રવાના થઈ હતી. જંગલના ડુંગરાળ પ્રદેશમાં ટેકરીઓ પર કેમ્પમાં નક્સલો બપોરનું ભોજન બનાવતા હતા અને તે સમયે ટાર્ગેટ કર્યો હતો. આશરે બપોરે એક વાગ્યે નક્સલો અને જવાનો વચ્ચેની અથડામણ સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું હતું.'

નક્સલો સાથે અથડામણ અંગે જણાવતા વાસુદેવસિંહ ગોહિલે કહ્યું હતું કે, 'સમગ્ર વિસ્તારમાં બે કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. આ ઓપરેશનમાં 29 નક્સલોનો ખાતમો કર્યો હતો. જેમાંથી 27 નક્સલીની ઓળખ થઈ છે. જવાનો અને નક્સલી વચ્ચે 4થી 5 કલાક સુધી આમને સામને ફાયરિંગ ચાલ્યું હતું. નક્સલોના રેસ્ટ ટાઈમમાં તેમને ટાર્ગેટ કરતા શરૂઆતથી જ જવાનો નક્સલો પર હાવી થઈ ગયા હતા. જંગલોમાં કપરી પરિસ્થિતિમાં દેશના જવાનોએ નક્સલોને ખાતમો કર્યો હતો.'

આ પણ વાંચો: છત્તીસગઢમાં સ્પેશિયલ ઓપરેશનઃ એક વર્ષમાં 80 નક્સલ ઠાર, 125ની ધરપકડ અને 150નું આત્મસમર્પણ

Article Content Image


Gujarat