For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદીઓ સાચવજો, ટ્રાફિક નિયમો તોડ્યા તો ઘરે આવશે ઈ-મેમો: 82 જંક્શન પર બે વર્ષથી બંધ હતા કેમેરા, હવે ફરી શરૂ કરાયા

Updated: May 10th, 2024

અમદાવાદીઓ સાચવજો, ટ્રાફિક નિયમો તોડ્યા તો ઘરે આવશે ઈ-મેમો: 82 જંક્શન પર બે વર્ષથી બંધ હતા કેમેરા, હવે ફરી શરૂ કરાયા

CCTV Camera In Ahmedabad: અમદાવાદના રસ્તાઓ પર કુલ 212 જંક્શન પર કેમેરા ગોઠવીને ટ્રાફિકના નિયમો તોડનારાઓને ઈ-મેમો આપવામાં આવે છે. આમાંથી 82 જંક્શન પરના કેમેરા છેલ્લા બે વર્ષથી બંધ હતા. જે હવે ફરીથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

82 જંક્શનો પર 254 કેમેરા લગાવાયા છે

અમાદાવાદમાં 212 જંક્શનો પર 2557 કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં સ્માર્ટ સિટીના 130 જંક્શન પર 2303 કેમેરા છે, જ્યારે સીએમઆઈટીએમએસ (સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ)ના 82 જંક્શનો પર 254 કેમેરા લગાવાયા છે. જે છેલ્લા બે વર્ષથી સીએમઆઈટીએમએસ સાથેનો કરાર પૂર્ણ થઈ ગયા હોવાથી બંધ હતા. હવે આ કેમેરા ફરી શરૂ કરવા કરાર કરવામાં આવ્યો છે.

હવે ઈ-મેમો ઘરે આવશે

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પછી 82 જંક્શનો માટે નવેસરથી કરાર થતાં આ જંક્શનો પરથી ઈ-મોમ ઈશ્યૂ કરવામાં આવશે. આ 82 જંક્શનો પૈકી 40 જંકશન પશ્વિમ વિસ્તારમાં આવેલા છે, જ્યારે 42 જંકશન પૂર્વ વિસ્તારમાં છે. જે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હતા અને ઈ-મેમો ઈશ્યૂ થતા ન હતા. હવે આ વિસ્તારમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓને ઈ-મેમો ઘરે આવશે.

Gujarat