For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં મતદાર યાદી જાહેર, કુલ 5 કરોડ મતદાર, જેમાં યુવા 1.16 કરોડ, ફર્સ્ટ ટાઈમ વોટર કેટલાં?

Updated: Apr 24th, 2024

ગુજરાતમાં મતદાર યાદી જાહેર, કુલ 5 કરોડ મતદાર, જેમાં યુવા 1.16 કરોડ, ફર્સ્ટ ટાઈમ વોટર કેટલાં?

Gujarat Voters List: લોકસભાની સામાન્ય તેમજ વિધાનસભાની પેટાચૂંટણી માટે 7મી મે એ મતદાન થવાનું ત્યારે રાજ્યના આશરે પાંચ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં છેલ્લા આખરી આંકડા પ્રમાણે 4,97,68,677 મતદારો નોંધાયા છે. આ યાદીમાં 18 થી 19 વર્ષના યુવા મતદારોની સંખ્યા 12,20,438 થવા જાય છે, જેઓને પ્રથમ વખત તક મળશે.

રાજ્યમાં મતદારોની સંખ્યા પાંચ કરોડ

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા 5મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં 4.94 કરોડ મતદારો હતા.

પરંતુ 9મી એપ્રિલે મળેલી નવી અરજીઓ પૈકી 3,19,209 મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 2,56,16,540 પુરૂષ, 2,41,50,603 મહિલા અને ત્રીજી જાતિના 1534 મતદારોનો સમાવેશ થાય છે.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15મી માર્ચ 2024 સુધીમાં અરજી કરનારા તમામ નાગરિકોને એપિક કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં 27મી એપ્રિલે અમદાવાદમાં બીજો સ્ટેટ લેવલ પોસ્ટલ બેલેટ એક્સચેન્જ ફેર યોજાશે.

રાજ્યમાં 49,140 મતદાન મથકો...

રાજ્યમાં કુલ 27,555 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે. 

7મી મે ના રોજ યોજાનારી ચૂંટણી માટે 27મી એપ્રિલ સુધીમાં ઇવીએમના બીજા રેન્ડમાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. કુલ 25 સંસદીય મતવિસ્તારોમાં 49,140 મતદાન મથકોમાં મતદાન થશે.

જે પૈકી અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગના 1820 મતદાન મથકોમાં 2 BUનો વપરાશ થશે. એ ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગોની પેટા ચૂંટણીઓમાં 1282 મતદાન મથકોમાં મતદાન થશે.

22701 લોકોએ હોમ વોટિંગની અરજી કરી...

રાજ્યમાં 85 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા 18,490 વરિષ્ઠ મતદારો તેમજ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા4211 દિવ્યાંગ મતદારો મળી કુલ 22,701 મતદારોએ હોમ વોટીંગ માટે અરજી કરી છે. આ ઉપરાંત આવશ્યક સેવાઓમાં રોકાયેલા 5518 મળી કુલ 28,219 ફોર્મ-12D મળ્યાછે.

28મીએ નો યોર પોલિંગ સ્ટેશન અભિયાન(Konw your polling station)

મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો વિષે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન લોકેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન કરવા જવાનું છે તે અંગે મતદારો મૂંઝવણ અનુભવતા હોય છે. આઠે 28મી એપ્રિલે રાજ્યમાં નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બુથ લેવલ ઓફિસર સવારે 9થી 12:30 સુધી મતદાર યાદી સાથે મતદાન મથક પર હાજર રહેશે અને મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થા વિષે માહિતગાર કરશે. 

Article Content Image

Gujarat