For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં અત્યાર સુધીમાં 1930 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડ્યા, છેલ્લા 52 વર્ષથી જીતનો દુષ્કાળ

1967માં ઈન્દુલાલ યાજ્ઞિક, 1972માં પુરુષોત્તમ માવળંકર અપક્ષ તરીકે અમદાવાદથી જીત્યા હતા

Updated: Apr 16th, 2024

ગુજરાતમાં અત્યાર સુધીમાં 1930 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડ્યા, છેલ્લા 52 વર્ષથી જીતનો દુષ્કાળ

Lok Sabha Elections: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આગામી સપ્તાહ દરમિયાન ઉમેદવારીપત્ર ભરવાનો ધમધમાટ જોવા મળશે. ઉમેદવારીપત્ર ભરવામાં ભાજપ-કોંગ્રેસ જેવા બળીયાઓ વચ્ચે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરશે. અપક્ષ ઉમેદવાર પક્ષોનું ગણિત ચોક્કસપણે બગાડતાં હોય છે. અલબત્ત, છેલ્લા 52 વર્ષમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીતી શક્યા નથી.

1972ની લોકસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ જીત્યું હતું 

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી અપક્ષ ઉમેદવારે વિજય મેળવ્યો હોય તેવું છેલ્લે 1972ની લોકસભાની પેટા ચૂંટણીમાં બન્યું હતું. થયું એમ કે અમદાવાદ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દુલાલ યાજ્ઞિકનું અવસાન થતાં ખાલી પડેલી આ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. 

જેમાં પુરુષોત્તમ માવળંકર અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવ્યું હતું અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર પાલખીવાલાને 25447 મતથી પરાજય આપ્યો હતો.

ઈન્દુલાલ યાજ્ઞિક અપક્ષ તરીકે જીત્યા હતા

આ અગાઉ ઇન્દુચાચા 1962માં નૂતન મહાગુજરાત જનતા પરિષદના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તે પછી 1967માં અમદાવાદની બેઠકમાંથી ઈન્દુલાલ યાજ્ઞિક અપક્ષ તરીકે જીત્યા હતા. ઈન્દુલાલ યાજ્ઞિકે કોંગ્રેસના એસ.આર. વસાવડાને 84797 મતના અંતરથી પરાજય આપ્યો હતો. 

આમ, અપક્ષ ઉમેદવારો હોવા છતાં ઈન્દુલાલ યાજ્ઞિક 59.84 વોટ શેર મેળવવામાં સફળ રહ્યા હતા. એ વખતે ગુજરાતની 24 બેઠકમાંથી કોંગ્રેસે 11, સ્વતંત્ર પાર્ટીએ 12 જ્યારે એકમાં અપક્ષ ઈન્દુલાલ યાજ્ઞિકે વિજય મેળવ્યો હતો. મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે 1971ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વિજય મેળવ્યો હતો.

1996માં સૌથી વધુ 414 અપક્ષ ઉમેદવારો 

1962થી 2019 સુધી ગુજરાતમાં 1925 અપક્ષ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે. આ પૈકી પ્રત્યેક ચૂંટણીમાં એકલ-દોકલને બાદ કરતાં મોટાભાગના અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી.

1962માં સૌથી ઓછા 14 જ્યારે 1996માં સૌથી વધુ 414 અપક્ષ ઉમેદવારો હતા. 414 પૈકી 412 અપક્ષને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. એ વખતે અપક્ષ ઉમેદવારના બૂરા હાલ જોઈને 1998, 1999માં કુલ 92 અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. 

2004માં ગુજરાતમાંથી અપક્ષ ઉમેદવારોનું પ્રમાણ માત્ર 65 હતું. 2009માં 176, 2014માં 156 અને 2014માં 156 અપક્ષ ઉમેદવારો હતા. 1996ની લોકસભા ચૂંટણી બાદ સૌથી વધુ 197 અપક્ષ ઉમેદવારો 2019 માં હતા.

Article Content Image

અમદાવાદની બેઠકમાં પિતા-માતા અને પુત્ર સાંસદ

અમદાવાદની બેઠકમાં 1952માં ગણેશ વાસુદેવ માવળંકર કોંગ્રેસ માટે તેમના અવસાન બાદ તેમના પત્ની સુશીલા માવળંકર 1956માં જ્યારે 1972માં પુરુષોત્તમ માવળંકર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આમ, અમદાવાદની બેઠકમાં પિતા-માતા અને પુત્ર ચૂંટાઈ આવ્યા છે. 

ગણેશ માવળંકર 1946માં તેઓ કેંદ્રીય ધારાસભા (લેજિસ્લેટિવ એસેમ્બલી)ના અધ્યક્ષ બન્યા. 1947 પછી કેંદ્રીય ધારાસભા ભારતીય સંસદમાં રૂપાંતરિત થતાં 17 નવેમ્બર, 1947ના રોજ તેઓ તેના અધ્યક્ષ બન્યા અને એ રીતે સ્વતંત્ર ભારતની કેંદ્રીય ધારાસભાના પ્રથમ અધ્યક્ષનું પદ પ્રાપ્ત કરવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું હતું.

Article Content Image

Gujarat