For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા અંગે મોટા સમાચાર, જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ

Updated: Apr 19th, 2024

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા અંગે મોટા સમાચાર, જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ

Gujarat Exam News : ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કને લઈને સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચુંટણી પંચના નિર્દેશ બાદ ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાને લઈને પરીક્ષા સ્થગિત રખાઈ છે.

20-21-27-28 એપ્રિલ અને 4-5  મે ના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત કરાઈ છે. જોકે, 8-9  મે ની પરીક્ષા યથાવત્ રહેશે. ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે. 5554 જગ્યાઓ માટે પરીક્ષા ચાલી રહી છે. જેની પરીક્ષા પુરી થઈ છે તેને ફરીથી પરીક્ષા નહીં આપવી પડે. ચૂંટણી પછી બાકી ઉમેદવારોની પરીક્ષા યથાવત રહેશે.

Article Content Image

Gujarat