For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં મતદાન પહેલા કિલ્લેબંધી, બૂથ અને 100 મીટરનો વિસ્તાર CRPF, SRP અને બહારની પોલીસના હવાલે

Updated: May 6th, 2024

ગુજરાતમાં મતદાન પહેલા કિલ્લેબંધી, બૂથ અને 100 મીટરનો વિસ્તાર CRPF, SRP અને બહારની પોલીસના હવાલે

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી માટે મતદાનની વ્યવસ્થાનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ચૂંટણી કર્મચારીઓની સાથે જ પોલીસ કર્મચારીઓ પણ પોતાના ફરજના સ્થળથી બીજા જિલ્લા કે તાલુકાના મતદાન મથકમાં બંદોબસ્ત માટે પહોંચી ગયાં છે. ગુજરાતમાં અંદાજે 30,000 મતદાન મથકોમાં ઉભા કરવામાં આવેલાં 50,000 જેટલા બૂથ ઉપર સ્થાનિક પોલીસ ગોઠવવામાં નહીં આવે. 

બૂથ અને 100 મીટર વિસ્તારમાં બહારના જિલ્લાની પોલીસ સાથે હથિયારધારી એસ.આર.પી. અથવા તો સી. આર. પી. એફ. કે અર્ધલશ્કર દળના જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મતદાન મથક અને આસપાસના 100 મીટર વિસ્તારમાં કિલ્લેબંધી જેવી સ્થિતિ હશે. ખાસ સંજોગો સિવાય સ્થાનિક પોલીસને પણ એન્ટ્રી નહીં મળે. 

100 મીટર વિસ્તારમાં મતદાન સિવાયની કોઈપણ પ્રવૃત્તિ માટે કડક ક પગલાં ભરાશે. બાકીના વિસ્તારમાં મતદાન પ્રભાવિત થાય તેવી ચેષ્ટા કરનારાં કે ટોળાશાહીની સ્થિતિ સર્જનાર તત્વોને અંકુશમાં લેવા પોલીસ, એસઆરપી અને અર્ધલશ્કરી દળો સાથે ક્રોસ પેટ્રોલિંગનો વ્યૂહ અપનાવવામાં આવ્યાનું અધિકારી સૂત્રોનું કહેવું છે. 

ગુજરાતમાં મંગળવારે થનારાં મતદાન માટે રવિવાર સવારથી સ્થાનિક પોલીસ સ્ટેશનોમાંથી અન્ય જિલ્લામાં ચૂંટણી ફરજ બજાવવા જવા માટે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યાં હતાં. અમદાવાદ શહેરમાંથી જ 6000 પોલીસ કર્મચારીઓને બીજા જિલ્લામાં ચૂંટણી ફરજમાં મુકાયાં છે. અમદાવાદ પછી સુરત શહેરના મહત્તમ પોલીસ કર્મચારી બીજા જિલ્લામાં મુકાયાં છે. 

અમદાવાદ શહેરમાંથી 6000 પોલીસકમી બીજા જિલ્લામાં મુકાયા

રાજ્યના તમામ 30,000 મતદાન મથકોમાં બહારના જિલ્લાની પોલીસને તહેનાત આવનાર છે. બૂથ, બિલ્ડીંગ અને 100 મીટર વિસ્તારમાં સ્થાનિક પોલીસને ફરજ નહીં સોંપાતા બહારના જિલ્લાની પોલીસ સાથે હથિયારધારી એસ.આર.પી. કે સંવેદનશીલ મતદાન મથકમાં સીઆરપીએફ કે અર્ધલશ્કરીદળના જવાનનો બંદોબસ્ત ગોઠવવાની કાર્યવાહી આરંભાઈ છે. 

બૂથની અંદર બહારના જિલ્લા કે તાલુકામાંથી એક પોલીસ કર્મચારી તેમજ બૂથ બહારના 100 મીટર વિસ્તારમાં બહારના જિલ્લાના બે પોલીસ કર્મચારી તહેનાત કરવામાં આવશે. અમદાવાદ શહેરમાંથી 6000 પોલીસ કર્મચારી બીજા જિલ્લામાં ફરજ માટે મુકાયાં છે. અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓને બીજા ઝોનમાં ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. 

દરેક બુથમાં મતદારોની લાઈન ગોઠવવા ઉપરાંત અન્ય વ્યવસ્થા જાળવવા માટે હોમગાર્ડસ કે જીઆરડી જવાન મુકવામાં આવ્યાં છે. સરવાળે, ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાંથી 50 થી 70 કર્મચારી રવિવારથી મંગળવાર સુધી બીજા જિલ્લામાં ચૂંટણી ફરજ ઉપર મુકવામાં આવ્યાં છે.

બોર્ડર વિંગ, બીએસએફ, સીઆરપીએફ અને એસઆરપીના જવાનો તહેનાત

બહારની પોલીસને સ્થાનિક લોકો ઓળખતાં ન હોય એટલે ચૂંટણી, મતદાન પ્રભાવિત ન થઈ શકે તે માટે આ વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવે છે. 50,500 બૂથ અને 29,500 મતદાન મથકો ઉપર ગુજરાત પોલીસના 48,000 પોલીસ જવાનો બહારના જિલ્લા, તાલુકા કે ઝોનમાંથી તહેનાત કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત બોર્ડર વિંગ, બીએસએફ, સીઆરપીએફ અને એસઆરપીના 13,000થી વધુ જવાનો તહેનાત કરવામાં આવનાર છે. 

મતદાન મથક 100 મીટર વિસ્તારમાં કિલ્લેબંધી જેવા બંદોબસ્ત ઉપરાંત બાકીના વિસ્તારમાં પોલીસ, અર્ધલશ્કરી દળોના ક્રોસ પેટ્રોલિંગનો વ્યૂહ અખત્યાર કરાયો છે. મતદાનને પ્રભાવિત કરવા ટોળાંશાહી કરાય તો તે અટકાવવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને પોલીસનું પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે. 

રાજ્યમાં ક્યાંય પણ ક્ષત્રિયો કે રાજકીય કાર્યકરોના ટોળાં વચ્ચે ઘર્ષણની સંભાવના જણાય ધ તો તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવશે. ટોળા એકત્ર થયા હોય કે ઘર્ષણની જાણકારી મળશે તો પોલીસની

એજન્સીઓના ખાસ તાલીમબધ્ધ જવાનોની સ્પેશિયલ ફોર્સ પણ કાર્યાન્વિત કરાઈ છે. આવી સ્પેશિયલ ફોર્સની સંખ્યા આ વખતે વધારવામાં આવી છે. સ્પેશિયલ ફોર્સ તરત જ ટોળાંશાહી થઈ હોય તેવા સ્થળોએ પહોંચી જશે. ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર મતદાન અને મતદાર પ્રભાવિત કે ભયભીત ન થાય તેના ઉપર ચાંપતી નજર રાખશે.

ચૂંટલી કાયદાનો ભંગ થતો જણાશે તો શેહશરમ રાખ્યા વગર કાર્યવાહીના ચૂંટણી પંચના આદેશોનો અમલ કરવા ગુજરાત પોલીસ તમામ કાર્યવાહી કરી રહી છે.

બીજા જિલ્લામાં ફરજ દરમિયાન પોલીસ કર્મચારીઓને મતદાન મથકમાં જ ઉતારો

સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 48,000 પોલીસ કર્મચારીઓ ચૂંટણી માટેની આંતરજિલ્લા ફરજ બજાવવા માટે શનિવારથી જ સ્થાનિક ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યાં છે. પોલીસ કર્મચારીઓએ રવિવારે સાંજ સુધીમાં જે મતદાન વિસ્તારમાં ફરજ સોંપવામાં આવી છે ત્યાં હાજર થયાનો રિપોર્ટ કરવાનો છે. મતલબ કે સોમવાર સવારથી જે તે બૂથના 

મતપેટીઓ સાથે પોતપોતાના બૂથ ઉપર રવાના થશે. આમ, બહારના જિલ્લામાં ફરજ ઉપર જનાર પોલીસ કર્મચારીએ સોમવારથી શરૂ કરી મંગળવારે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી મતદાન મથકમાં જ રહેવું પડશે. મતદાન મથકોમાં ઉતારા અને ભોજન પહોંચતું કરવાની વ્યવસ્થા પણ પોલીસ અને ચૂંટણી તંત્ર દ્વારા કરાયાનુ અધિકારી વર્ગ કહે છે.

Article Content Image

Gujarat