For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારે પવન સાથે અડધા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગે કર્યા એલર્ટ

Updated: May 10th, 2024

ભારે પવન સાથે અડધા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગે કર્યા એલર્ટ

Gujarat Weather: ગુજરાતમાં મે મહિનાના આકરા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10થી 16મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે.

આ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, 10મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે. 11મી મેના રોજ અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદ થઈ શકે છે. 12મી મેના રોજ મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે.13મી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે.

14મી મેના રોજ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઇ શકે છે. 15મી મેના રોજ રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 16મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ પડી શકે છે.

Article Content Image

Gujarat