For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગુજરાત ATS-NCBનું મોટું ઓપરેશન, 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપ્યા

Updated: Apr 28th, 2024

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગુજરાત ATS-NCBનું મોટું ઓપરેશન, 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપ્યા

Drug Found off Porbandar Coast: સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમે પોરબંદરના દરિયાકાંઠે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ભારતીય જળસીમામાંથી 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ છે. એજન્સીને મળેલા ઈનપુટના આધારે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને એટીએસએ વધુ તપાસ હાથધરી છે.

કેવી રીતે પાર પાડ્યું આ ઓપરેશન?

અહેવાલો અનુસાર, આઈસીજી, એટીએસ અને એનસીબીની ટીમે આ ઓપરેશન રાતના સમયે હાથ ધરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડ જહાજો અને એરક્રાફ્ટ ઓપરેશન માટે તહેનાત કરવામાં આવ્યા હતા. એનસીબી અને  એટીએસ અધિકારીઓએ આઈસીજી જહાજ રાજરતનનો ઉપયોગ કરીને શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. રાજરતન જહાજમાં તહેનાત ટીમ પાકિસ્તાની બોટમાં ચઢી હતી. તેમણે બેટની કરી તો લગભગ 90 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની બોટને તેના ક્રૂ સાથે પકડી લેવામાં આવી હતી. વધુ તપાસ માટે બોટને પોરબંદર લાવવામાં આવી રહી છે.

ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી

શનિવારે (27મી એપ્રિલ) ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી હતી. ગુજરાતના એક અને રાજસ્થાનના બે સ્થળો પર એટીએસએ દરોડા પાડ્યા હતા. ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. જેમાં 25 કિલો એમડી ડ્રગ્સ સાથે 10થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.

અગાઉ રૂ. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પોરબંદરના દરિયામાંથી ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થા સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 480 કરોડ હતી. પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી.

Gujarat