For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Stock Market Today: સેન્સેક્સે છ દિવસ બાદ ફરી પાછી 74 હજારની સપાટી ક્રોસ કરી, નિફ્ટી પણ 22500 તરફ

Updated: Apr 23rd, 2024

Stock Market Today: સેન્સેક્સે છ દિવસ બાદ ફરી પાછી 74 હજારની સપાટી ક્રોસ કરી,  નિફ્ટી પણ 22500 તરફ

Stock Market Today: વૈશ્વિક સ્તરે પડકારો ઘટતાં તેમજ કોર્પોરેટ પરિણામોની સિઝનમાં મજબૂત પ્રદર્શનોના પગલે ભારતીય શેરબજારો સુધારા સાથે આગળ વધી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે સેન્સેક્સે છ ટ્રેડિંગ સેશન બાદ ફરી પાછી 74 હજારની સપાટી ક્રોસ કરી છે.

ઉલ્લેખનીય છે, લોકસભા ચૂંટણી અને જિઓ-પોલિટિકલ અનિશ્ચતતાઓના માહોલમાં રોકાણકારોને સાવચેતી સાથે રોકાણ કરવા નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

સેન્સેક્સ આજે 190.02 પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા બાદ 411.27 પોઈન્ટ વધી 74059.89ની સપાટી નોંધાવી હતી. 10.48 વાગ્યે 140.75 પોઈન્ટ સુધારા સાથે 73789.11 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 53.40 પોઈન્ટ સુધારા પર ખૂલ્યા બાદ 39.25 પોઈન્ટ વધી 22375.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી, ઓઈલ-ગેસ શેરોમાં પ્રોફિટ બુકિંગ

એનર્જી અને ઓઈલ-ગેસ શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ઈન્ડિયન ઓઈલ, રિલાયન્સ, કોલ ઈન્ડિયા, પેટ્રોનેટ સહિતના શેરોમાં વેચવાલી વધતાં S&P એનર્જી ઈન્ડેક્સ 0.27 ટકા ઘટાડે કારોબાર થઈ રહ્યો હતો. ટેલિકોમ ઈન્ડેક્સ રોજ નવી રેકોર્ડ સર્જી રહ્યો છે. જેમાં ભારતી એરટેલનો શેર આજે ફરી નવી ટોચે પહોંચ્યો છે.

વૈશ્વિક બજારો પણ તેજીમાં

ડાઉ જોન્સ, નાસડેક, એસએન્ડપી 500 ઈન્ડાઈસિસ ગઈકાલે 1 ટકાથી વધુ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. યુરોપિયન બજારોમાં ફ્રેન્કફુર્ટ, પેરિસ, એફટીએસઈ 100 પણ 1.50 ટકા સુધર્યો છે. બીજી બાજુ એશિયન બજારો પર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

203 શેરો વર્ષની ટોચે

સવારે 11.04 વાગ્યા સુધીમાં બીએસઈ સેન્સેક્સ ખાતે 203 શેરો 52 વીક હાઈ થયા હતા. 6 શેરો 52 વીક લો અને 159 શેરોમાં લોઅર સર્કિટ વાગી હતી. 272 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ જોવા મળી હતી. કુલ ટ્રેડેડ 3653 શેરોમાંથી 2271 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 1227 સ્ક્રિપ્સ ઘટાડા તરફી કારોબાર થઈ રહી હતી.

 Article Content Image

Gujarat