For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેન્સેક્સમાં 655 અને નિફ્ટીમાં 392 પોઇન્ટના ઉછાળા સાથે નાણાં વર્ષને વિદાય

Updated: Mar 29th, 2024

Article Content Image

- રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.33 લાખ કરોડનો વધારો

અમદાવાદ : ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના કામકાજના આજના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ રચાયો હતો. આજે કામકાજના અંતે સેન્સેક્સમાં ૬૫૫ અને નિફ્ટીમાં ૩૯૨ પોઇન્ટના ઉછાળા સાથે નાણાંકીય વર્ષને વિદાય આપવામાં આવી હતી. સેન્સેક્સના ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિમાં રૃા. ૩.૩૩ લાખ કરોડનો વધારો થયો હતો.

ગઈ રાત્રે અમેરિકન શેરબજારોમાં તેજી બાદ આજે એશિયાઈ બજારો અને યુરોપિયન બજારોમાં પણ તેજી તરફી વલણના અહેવાલો તેમજ ગોલ્ડમેનના રિપોર્ટમાં રિલાયન્સના ભાવિનો ઉજળો ચિતાર રજૂ કરતા રિપોર્ટના પગલે ફંડો, ખેલાડીઓ તેમજ એચએનઆઇ ઇન્વેસ્ટરો દ્વારા હેવી વેઇટ શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી.

ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ આજે બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૧૧૯૪ પોઇન્ટ ઉછળીને એક તબક્કે ૭૪,૦૦૦ની સપાટી કૂદાવી ૭૪૧૯૦ પહોંચ્યા બાદ કામકાજના અંતે નફારૂપી વેચવાલીના દબાણે ૬૫૫ પોઇન્ટ ઉછળીને ૭૩,૬૫૧.૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી ઇન્ડેક્સ પણ ઇન્ટ્રા-ડે ૩૯૨ પોઇન્ટ ઉછળી ૨૨,૫૧૬ને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે ૨૦૩.૨૫ વધીને ૨૨,૩૨૬.૯૦ની સપાટીએ મક્કમ રહ્યો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિમાં (બી.એસ.ઇ. માર્કેટ કેપ) રૃા. ૩.૩૩ લાખ કરોડ વધીને ૩૮૬.૯૭ લાખ કરોડ પહોંચ્યું હતું.

૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષની વાત કરીએ તો, વર્ષ દરમિયાન સેન્સેક્સમાં ૧૪૬૬૦ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૪,૯૬૭ પોઇન્ટનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. વર્ષ દરમિયાન સેન્સેક્સ, નિફ્ટી, મિડકેપ સહિતના અન્ય ઇન્ડેકસ ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયા છે.

Gujarat