For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રૂપિયો ડોલર સામે બે સપ્તાહની ટોચે પહોંચ્યા બાદ આજે 6 પૈસા તૂટ્યો, જાણો આગામી ટ્રેન્ડ

Updated: Apr 25th, 2024

રૂપિયો ડોલર સામે બે સપ્તાહની ટોચે પહોંચ્યા બાદ આજે 6 પૈસા તૂટ્યો, જાણો આગામી ટ્રેન્ડ

Rupee vs Dollar: રૂપિયો ડોલર સામે આજે વધુ 6 પૈસા તૂટી 83.39 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં વૃદ્ધિ તેમજ એફઆઈઆઈની વેચવાલીના પગલે રૂપિયો ડોલર સામે તૂટ્યો છે. 

વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલી નોંધાઈ રહી હોવાથી આગામી ટૂંકસમય માટે ડોલર સામે રૂપિયો નેગેટીવ ટ્રેન્ડ કરે તેવી શક્યતાઓ ફોરેક્સ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ ખાતે રૂપિયો ડોલર સામે આજે સુધારા સાથે 83.34 પર ખૂલ્યા બાદ ઘટી 83.39 થયો હતો.

રોકાણકારોની નજર આ મોટી ઘટનાઓ પર

ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યુ હતું કે, બુધવારે રૂપિયો રેન્જ બાઉન્ડ થયા બાદ ગુરૂવારે સ્મોલ રેન્જમાં ટ્રેડ થશે. આજે રોકાણકારો અને ટ્રેડર્સ યુએસ જીડીપી, યુએસ પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર પ્રાઈસ ઈન્ડેક્સ અને બેન્ક ઓફ જાપાનની બેઠક બાદની જાહેરાતો પર નજર રાખી રહ્યા છે.

ક્રૂડ વધ્યું

બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ આજે 0.11 ટકા વધી 88.12 ડોલર પ્રતિ બેરલ થઈ હતી. મધ્ય-પૂર્વમાં જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં ઘટાડો નોંધાતા ક્રૂડના ભાવોમાં વોલેટિલિટી વધી છે. જેમાં ઘટાડો થવાની શક્યતાઓ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.

સ્થાનિક સ્તરે સેન્સેક્સ અને નિફ્ટી નજીવા ઘટાડા સાથે ટ્રેડ થયા બાદ બપોરના સેશનમાં સેન્સેક્સ 183.25 પોઈન્ટ અને નિફ્ટી 55.35 પોઈન્ટના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી બાજુ વિદેશી રોકાણકારોએ બુધવારે માર્કેટમાંથી રૂ. 2511.74 કરોડની વેચવાલી નોંધાવી હતી.

બુધવારે રૂપિયો 2 સપ્તાહની ટોચે

ગઈકાલે રૂપિયો ડોલર સામે 83.27ની બે સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. ડોલર ઈન્ડેક્સ ઘટી 105.6 પર ટ્રેડ થઈ રહ્યું છે. મંગળવારે જારી યુએસ પીએમઆઈના ડેટા દર્શાવે છે કે, અમેરિકાની બિઝનેસ એક્ટિવિટી એપ્રિલમાં નબળી માગના કારણે ચાર માસના તળિયે નોંધાઈ છે. નજીકના ગાળામાં રૂપિયો 83.20થી 83.50ની રેન્જમાં ટ્રેડ થશે.

અમેરિકાનો જીડીપી ઘટવાની ભીતિ

અમેરિકાનો જીડીપી ગ્રોથ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ઘટી 2.4 ટકા નોંધાવાની સંભાવના અર્થશાસ્ત્રીઓ આપી રહ્યા છે. જે અગાઉના ત્રિમાસિકમાં 3.4 ટકા હતો. જ્યારે કોર પીસીઈ ફુગાવો માર્ચમાં 0.3 પર સ્થિર રહેશે.

Gujarat