For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

RBIએ આ બોન્ડ પર વ્યાજદર 8 ટકા નક્કી કર્યો, તેમાં ઓછામાં ઓછું રૂ. 1000નું રોકાણ કરી શકાય

Updated: May 6th, 2024

RBIએ આ બોન્ડ પર વ્યાજદર 8 ટકા નક્કી કર્યો, તેમાં ઓછામાં ઓછું રૂ. 1000નું રોકાણ કરી શકાય

RBI Announce FRSB (2034) Rates: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ (FRSB) 2034 પર 8 ટકા વ્યાજદર નક્કી કર્યા છે. 30 એપ્રિલથી 29 ઓક્ટોબર-2024 સુધી બોન્ડ પર 8 ટકા વ્યાજ મળશે. ઉલ્લેખનીય છે, દર છ મહિને આ બોન્ડ પર વ્યાજદર બદલાય છે.

કેન્દ્ર સરકારે ખાસ પ્રકારનો બોન્ડ ફ્લોટિંગ રેટ બોન્ડ (FRB) જારી કરી રહી છે, જે 2034ના રોજ મેચ્યોર થશે. જેમાં અન્ય રેગ્યુલર બોન્ડની જેમ ફિક્સ વ્યાજદર મળે છે. પરંતુ આરબીઆઈ દ્વારા દર છ મહિને વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે.

શોર્ટ ટર્મ ગવર્નમેન્ટ ડેટ (ટ્રેઝરી બિલ્સ) માટે તાજેતરની હરાજીની એવરેજ યીલ્ડના આધારે વ્યાજદર નિર્ધારિત કરવામાં આવે છે. જે  માર્કેટની સ્થિતિના આધારે બદલાતા રહે છે. હાલ આગામી છ માસ માટે આ બોન્ડ પર 8 ટકા વ્યાજ મળશે. 

અન્ય સ્રોત્રો કરતાં વધુ અને સુરક્ષિત રિટર્ન

FRSBમાં રોકાણ કરનારા રોકાણકારોને આગામી છ માસ સુધી 8 ટકા વ્યાજ મળશે. જે સામાન્ય બેન્ક એફડી કરતાં વધુ છે. માર્કેટની સ્થિતિના આધારે વ્યાજદર બદલાતા હોવાથી રોકાણકારોને આકર્ષક રિટર્ન મળી શકે છે. જેમાં ઓછામાં ઓછા રૂ. 1000થી રોકાણ કરી શકો છો, મહત્તમ રોકાણ મર્યાદા નથી. જે સરકાર દ્વારા જારી કરવામાં આવતાં હોવાથી સુરક્ષિત છે.

દર છ માસે વ્યાજની આવક

FRSB પર લાગૂ વ્યાજ દર છ માસે મળે છે. દરવર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ રોકાણકારના ખાતામાં વ્યાજની રકમ જમા થાય છે. જેમાં ક્મ્યુલેટિવ ઈન્ટરેસ્ટ પેમેન્ટ્સ માટે કોઈ જોગવાઈ નથી. જો બેન્ચમાર્ક વધે તો તેનો લાભ રોકાણકારોને મળે છે.

બોન્ડ મેચ્યોરિટી બાદ જ ઉપાડ લાભદાયી

બોન્ડ ખરીદ્યા બાદ તેનો સાત વર્ષનો મેચ્યોરિટી પિરિયડ પૂર્ણ થાય ત્યારબાદ ઉપાડ કરી શકો છે. વરિષ્ઠ નાગરિકો માટે લઘુત્તમ લોક-ઈન પિરિયડ બાદ પ્રિ-મેચ્યોર ઉપાડ શક્ય છે, પરંતુ તેમાં પેનલ્ટી લાગૂ થાય છે. આ બોન્ડ લિસ્ટેડ ન હોવી તેના પર લોન લઈ શકાય નહીં.

  Article Content Image

Gujarat