For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દર વર્ષે આટલી રકમનાં રોકાણથી 15 વર્ષના અંતે રૂ. 24 લાખથી વધુ નફો મેળવો, જાણો કેવી રીતે

Updated: May 2nd, 2024

દર વર્ષે આટલી રકમનાં રોકાણથી 15 વર્ષના અંતે રૂ. 24 લાખથી વધુ નફો મેળવો, જાણો કેવી રીતે

Post Office PPF Scheme: સુરક્ષિત રોકાણ અને ગેરેંટેડ રિટર્ન મેળવવા ઈચ્છુકો માટે પોસ્ટઓફિસની વિવિધ યોજનાઓ શ્રેષ્ઠ સંપત્તિ સર્જક તરીકે કામ કરી શકે છે. લાંબાગાળાના રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની વિશેષ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund) સ્કીમનો લાભ લઈ શકો છે. જેમાં વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળવાપાત્ર છે.

પીપીએફ માટે રોકાણ

પીપીએફ સ્કીમનો લાભ લેવા માટે રોકાણકાર ઓછામાં ઓછા રૂ. 500 અને વધુ રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. જેમાં તમને કર રાહતોનો લાભ પણ મળે છે. આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષ છે.

વાર્ષિક રૂ. 90 હજારના રોકાણ પર આટલો નફો

વાર્ષિક રોકાણ

રૂ. 90000

કુલ વર્ષ

15

મેચ્યોરિટી અંતે કુલ રોકાણ

રૂ. 13,50,000

વ્યાજ

7.1 ટકા

નફો

રૂ. 10,90,926

વેલ્થ ક્રિએશન

રૂ. 24,40,926

ઉદાહરણ તરીકે તમે રોજના રૂ. 250 અર્થાત દરમહિને રૂ. 7500નું રોકાણ પીપીએફમાં કરો છો. તો વર્ષના અંતે પીપીએફ એકાઉન્ટમાં તમારા રૂ. 90 હજાર જમા થશે. જેમાં 15 વર્ષ સુધી કુલ રૂ. 13,50,000નું રોકાણ કરવાનું રહેશે. જેના પર વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ ગણીએ તો કુલ રૂ. 10,90,926નો નફો મળશે. અર્થાત પંદર વર્ષમાં તમે રૂ. 24,40,926ની વેલ્થ ક્રિએટ કરી શકશો.

ટેક્સમાં રાહતોઃ

પીપીએફ ટેક્સ બચત માટે સારો વિકલ્પ છે. ઈઈઈ કેટેગરી (ઇગ્ઝેમ્પટ ઇગ્ઝેમ્પટ ઇગ્ઝેમ્પટ –કરમુક્તિ) હેઠળ આવરી લેવામાં આવી છે. જેમાં દરવર્ષે થતાં રોકાણ પર ટેક્સ કપાતનો લાભ મળે છે. તેમજ મેચ્યોરિટીના અંતે મળતો નફો પણ ટેક્સ ફ્રી છે. આ સ્કીમમાં રોકાણ, વ્યાજ અને રિટર્ન ત્રણેયમાં ટેક્સમાં બચત થાય છે.

લોનની સુવિધા

પીપીએફ એકાઉન્ટ હોલ્ડર્સને તેના પર લોન લેવાની સુવિધા મળે છે. પીપીએફ એકાઉન્ટમા જમા રકમ પર લોન મળે છે. જે અનસિક્યોર્ડ લોનની તુલનાએ સસ્તી હોય છે. પીપીએફ લોનના વ્યાજદર, પીપીએફ એકાઉન્ટના વ્યાજદર કરતાં માત્ર 1 ટકા વધુ હોય છે. અર્થાત પીપીએફ એકાઉન્ટ પર લેવામાં આવતી લોન માટે રૂ. 8.1 ટકાના દરે ઈએમઆઈ ચૂકવવો પડે છે.


   Article Content Image

Gujarat