For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એસઆઈપી રોકાણ પ્રત્યે આકર્ષણ સતત વધ્યું, એપ્રિલમાં 63.65 લાખ નવા રજિસ્ટ્રેશન સાથે ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ સ્તરે

Updated: May 9th, 2024

એસઆઈપી રોકાણ પ્રત્યે આકર્ષણ સતત વધ્યું, એપ્રિલમાં 63.65 લાખ નવા રજિસ્ટ્રેશન સાથે ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ સ્તરે

SIP Investments: દેશમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ પ્રત્યે સતત આકર્ષણ વધ્યું છે. તેમાંય સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)માં રોકાણ વધ્યું છે. એપ્રિલમાં એસઆઈપી રોકાણ પ્રવાહ રૂ. 20371 કરોડની રેકોર્ડ ટોચે નોંધાયો છે. જે માર્ચમાં રૂ. 19271 કરોડ હતો. એમ્ફીના આંકડા અનુસાર, એપ્રિલમાં 63.65 લાખ નવા એસઆઈપી રજિસ્ટ્રેશન નોંધાયા છે.

ઈક્વિટી ફંડ્સમાં રોકાણ ઘટ્યું

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, એપ્રિલમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ 16.42 ટકા ઘટી રૂ. 18917.08 કરોડ થયું છે. લાર્જકેપ ફંડ્સમાં પણ રોકાણ ઘટ્યું છે.

સ્મોલકેપ ફંડ્સમાં રોકાણ વધ્યું

સ્મોલકેપ ફંડ્સમાં રોકાણ એપ્રિલમાં વધી રૂ. 2208.70 કરોડ થયું છે. માર્ચમાં સ્મોલકેપ ફંડ્સમાંથી રોકાણ પાછું ખેંચાયુ હતું. બીજી બાજુ પ્રથમ વખત એસઆઈપીમાં રોકાણ રેકોર્ડ સ્તરે 20 હજાર કરોડની સપાટીએ પહોંચ્યું છે.

એયુએમ વધી રૂ. 57.26 કરોડ થઈ

એમ્ફીના ચીફ એક્ઝિક્યુટીવ વેંકટ ચલસાણીએ જણાવ્યું હતું કે, મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની એયુએમ નવા રેકોર્ડ 57.26 લાખ કરોડના સ્તરે પહોંચી છે. જેમાં એસઆઈપીનો હિસ્સો 8.70 કરોડનો છે. 63.65 લાખ નવા એસઆઈપી રજિસ્ટ્રેશન સાથે એસઆઈપી એયુએમ રૂ. 11.26 લાખ કરોડ થઈ છે. જે રોકાણકારોનો એસઆઈપી પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે.

ડેટ ફંડ્સમાં રોકાણ પાછું ખેંચાયું

રોકાણકારોએ ડેટ ફંડ્સમાંથી રૂ. 1.98 લાખ કરોડનું રોકાણ એપ્રિલ મહિનામાં પાછું ખેંચ્યુ છે. અગાઉ માર્ચમાં રૂ. 1.90 લાખ કરોડનું ચોખ્ખુ રોકાણ નોંધાવ્યું હતું. લિક્વિડ ફંડ કેટેગરીમાં રૂ. 1.03 લાખ કરોડનું રોકાણ નોંધાયું છે.


Gujarat