For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Iran Israel conflict: શું છે Iron Dome?, ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે કેમ થઈ રહી છે તેની ચર્ચા

Updated: Apr 16th, 2024

Iran Israel conflict: શું છે Iron Dome?, ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે કેમ થઈ રહી છે તેની ચર્ચા

Iran-Israel War: ઈરાને ગત શનિવારે ઈઝરાયલ પર 300થી વધુ મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હોવા છતાં ઈઝરાયલમાં મોટી જાનહાનિ ટળી હતી. જેની પાછળનું કારણ ઈઝરાયલની એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના આ યુદ્ધમાં ફરી એકવાર ઈઝરાયલના આયર્ન ડોમ (Iron Dome)ની ચર્ચાએ જોર પકડ્યું છે.

ઈઝરાયલે રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા આયર્ન ડોમ બનાવ્યું છે. જે હુમલો કરનારા રોકેટ અને મોર્ટારના દિશા શોધવા માટેની રડાર, એડવાન્સ ટ્રેકિંગ ટેક્નોલોજી અને એન્ટી મિસાઈલ બેટરીનો ઉપયોગ કરે છે. જેની મદદથી ઈઝરાયલે ઈરાનની 99 ટકા મિસાઈલ હવામાં નષ્ટ કરી હતી. હમાસે પણ જ્યારે ઈઝરાયલ પર અચાનક મિસાઈલો વડે હુમલો કર્યો હતો. ત્યારે પણ આયર્ન ડોમની મદદથી 99 ટકા મિસાઈલ હવામાં નષ્ટ કરવામાં આવી હતી. 

આ આયર્ન ડોમની કિંમત ઈરાનના કુલ રક્ષા બજેટ કરતાં ત્રણ ગણી

ઈઝરાયલના આ આયર્ન ડોમની કિંમત ઈરાનના કુલ રક્ષા બજેટ કરતાં ત્રણ ગણી છે. ઈરાનનું કુલ સંરક્ષણ બજેટ 9.95 અબજ ડોલર (રૂ. 83 હજાર કરોડ) છે, જ્યારે ઈઝરાયલના આયર્ન ડોમ તૈયાર કરવાનો ખર્ચ આશરે રૂ. 3 લાખ કરોડ થયો છે. એટલે કે ઈરાનના સંરક્ષણ ખર્ચ કરતાં ત્રણ ગણો ખર્ચ ઈઝરાયલ કરી રહી છે, જે ઈરાનના મોટા ભાગના હથિયારોને નષ્ટ કરી શકે છે.

  • ઈરાનનું કુલ સુરક્ષા બજેટ 9.95 અબજ ડોલર
  • ઈઝરાયલનું કુલ રક્ષા બજેટ 24.4 અબજ ડોલર
  • ઈરાનનો જીડીપી 413.5 અબજ ડોલર
  • ઈઝરાયલનો જીડીપી 525 અબજ ડોલર

કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું આ આયર્ન ડોમ

2006માં લેબનોનમાં યુદ્ધ દરમિયાન હિઝબુલ્લાહ દ્વારા શરૂ કરવામાં આવેલા રોકેટ હુમલા સામે પ્રતિક્રિયા આપવા આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. ઈઝરાયલની રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા વિકસિત આ આયર્ન ડોમ હુમલો કરનારા રોકેટ અને મોર્ટારની દિશા ઓળખી તેને હવામાં જ નષ્ટ કરે છે.

સિસ્ટમના સંચાલન પાછળ પણ મોટો ખર્ચ

ઈરાનના આયર્ન ડોમની ઈન્ટરસેપ્શન રેન્જ 2.5 માઈલથી 43 માઈલ સુધી છે. જેમાં વપરાતી ઈન્ટરસેપ્ટર મિસાઈલની કિંમત 40000-50000 ડોલર છે. એટલે કે ઈઝરાયલ આ સિસ્ટમના સંચાલન પાછળ પણ મોટો ખર્ચ કરી રહી છે, જે ઈરાનના સંરક્ષણ બજેટ કરતાં વધુ છે. ઈઝરાયલ એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ હથિયારો મામલે ટોચના દેશોમાં સામેલ છે.

Gujarat