For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં RBI અગ્રણી, હોલ્ડિંગ 31 ટકા વધાર્યું

Updated: May 4th, 2024

વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં RBI અગ્રણી, હોલ્ડિંગ 31 ટકા વધાર્યું

Gold Reserve OF RBI: વૈશ્વિક સ્તરે અનિશ્ચતતાઓના વાદળો વચ્ચે વિશ્વભરની વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા માર્ચ માસમાં સોનાની ખરીદી વધારવામાં આવી હતી. જેમાં સૌથી વધુ સોનાની 60 ટકા ખરીદી ભારત અને ચીનની સેન્ટ્રલ બેન્કે કરી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડાઓ અનુસાર, માર્ચ માસમાં વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા કુલ નેટ 16 ટન ગોલ્ડ ખરીદવામાં આવ્યું હતું. સોનાની માગ વધતાં સોનાની આગઝરતી તેજી વચ્ચે સોનાની ગ્રોસ ખરીદી 40 ટન થઈ હતી. જો કે, પ્રોફિટ બુકિંગના ભાગરૂપે 25 ટન સોનુ માર્કેટમાં ઓફલોડ કરવામાં આવ્યું હતું. જેમાં આરબીઆઈએ 31 ટકા (5 ટન) સોનાની ખરીદી કરી હતી.

RBIની ગોલ્ડ રિઝર્વ્સ રેકોર્ડ ટોચે

ભારતમાં RBIનું ગોલ્ડ હોલ્ડિંગ વર્ષની શરૂઆતમાં 18.5 ટનના નેટ એક્વિઝિશન સાથે એપ્રિલની શરૂઆતમાં 822.1 ટનની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. RBIનું નેટ ગોલ્ડ બાયિંગ 2023ની નેટ ખરીદી (16.2 ટન) સામે 2024માં અત્યારસુધીમાં જ વધી ચૂક્યું છે. એપ્રિલમાં કુલ રિઝર્વ્સમાં ગોલ્ડનો હિસ્સો 2023ના અંતે 7.7 ટકા સામે વધી 8.4 ટકા થયો છે. 

સોનાની ખરીદીમાં ઉભરતા બજારો

વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં ઉભરતા બજારોએ મોટાપાયે ખરીદી નોંધાવી છે. તુર્કીની સેન્ટ્રલ બેન્કે તેની રિઝર્વ્સમાં 14 ટન ગોલ્ડ ઉમેર્યું છે. પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ 5 ટન ગોલ્ડ, કઝાકિસ્તાન અને સિંગાપોરની બેન્કોએ તેમના હોલ્ડિંગ્સમાં 4 ટન ગોલ્ડ ઉમેર્યું છે. જ્યારે રશિયાએ 3 ટન ગોલ્ડ રિઝર્વ્સ વધારી છે.

આર્થિક અનિશ્ચતતાઓ સામે હેજ તેમજ તેજીના માહોલમાં નીચા મથાળે ખરીદી કરવાના ભાગરૂપે વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા ગોલ્ડ રિઝર્વ્સ વધારવામાં આવી છે. માર્કેટની વોલેટિલિટી તથા ફુગાવાના દબાણમાં સોનુ સેફ હેવન એસેટ અર્થાત સુરક્ષિત રોકાણ સંપત્તિ ગણાય છે. 

વૈશ્વિક સ્તરે સોનાની માગ 3 ટકા વધી

વૈશ્વિક સ્તરે સોનાની માગ ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 3 ટકા વધી 1238 ટન થઈ છે. જે 2026 બાદથી સૌથી વધુ હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે.

Gujarat