For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ITR: નવી ટેક્સ પદ્ધતિમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના આઠ ફાયદાઓ, જાણો કયાં

Updated: Apr 20th, 2024

ITR: નવી ટેક્સ પદ્ધતિમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના આઠ ફાયદાઓ, જાણો કયાં

Image:: FreePik



ITR Filling Under New Tax Regime: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું શરૂ થઈ ચૂક્યું છે. હજી પણ મોટાભાગના કરદાતાઓ નક્કી કરી શકતાં નથી કે, તેઓ નવી ટેક્સ પદ્ધતિ હેઠળ રિટર્ન ફાઈલ કરે કે જૂની? બજેટ-23માં ટેક્સનું સરળ ફાઈલિંગ કરવાના ઉદ્દેશ સાથે નવી ટેક્સ પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી. જે ટેક્સના નીચા ધોરણો અને અમુક જ ડિડક્શન અને મુક્તિનો લાભ આપતી વૈકલ્પિક પદ્ધતિ છે.

નવી ટેક્સ પદ્ધતિ

નવી ટેક્સ પદ્ધતિ નીચા દરો સાથે સરળ ટેક્સ સ્ટ્રક્ચર, કર જવાબદારીઓમાં ઘટાડો, અને કરદાતાઓ માટે નિકાલજોગ આવકમાં વધારો કરે છે. જો કે, તેમાં વિવિધ ડિડક્શન અને કર મુક્તિઓને બાકાત રાખવામાં આવી છે. જેની રીત સરળ હોવાથી તે કરદાતાઓનો સમય બચાવે છે.

નવી ટેક્સ પદ્ધતિમાં થતા લાભો

1 નીચા કરના દરોઃ કરદાતા નવી પદ્ધતિ અંતર્ગત નીચા કરના દરોનો લાભ લઈ શકે છે. જે કરની જવાબદારીઓ ઘટાડવા ઉપરાંત નિકાલજોગ આવકમાં વધારો કરે છે.

2. સરળ ટેક્સ સ્ટ્રક્ચરઃ નવી ટેક્સ પદ્ધતિમાં ટેક્સ સ્ટ્રક્ચર સરળ છે. જેમાં 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહિં, 3થી 6 લાખની આવક પર 5 ટકા અને 6થી 9 લાખની આવક પર 10 ટકા ટેક્સ, 9-12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખની આવક પર 20 ટકા, તથા 15 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ લાગૂ છે.

3. સમય અને મુશ્કેલીમાં ઘટાડોઃ નવી ટેક્સ પદ્ધતિ અંતર્ગત મોટાભાગના ડિડક્શન (કપાત) દૂર કરવામાં આવ્યા છે. જેથી કરદાતાઓને પોતાના ખર્ચ અને રોકાણો અંગેની માહિતી અને પુરાવા એકત્ર કરવા પડતા નથી. જે સમયની બચત કરે છે.

4. કરમુક્તિ મર્યાદા અને સરચાર્જ રેટનો લાભઃ કરમુક્તિ મર્યાદા નવી ટેક્સ પદ્ધતિમાં રૂ. 3 લાખ  અને સરચાર્જ રેટ 37 ટકાથી 25 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે જૂની ટેક્સ પદ્ધતિમાં તે રૂ. 2.5 લાખ છે. સરચાર્જ રેટ 5 કરોડથી વધુ આવક ધરાવતા કરદાતાઓ પર લાગૂ થાય છે.

5. રિબેટ લિમિટનો લાભઃ નવી ટેક્સ પદ્ધતિમાં રિબેટ લિમિટ રૂ. 7 લાખ સુધી કે તેથી ઓછી આવક પર રૂ. 25 હજાર છે, જૂની પદ્ધતિમાં રિબેટ લિમિટ રૂ.  5 લાખની આવક પર રૂ. 12500 છે.

6. લીવ એન્કેશમેન્ટ પર મુક્તિ: નવી ટેક્સ પદ્ધતિમાં લીવ એન્કેશમેન્ટને કરમુક્ત રાવામાં આવી છે. જેની મર્યાદા બિન સરકારી કર્મચારીઓ માટે રૂ. 3 લાખથી વધારી 25 લાખ કરવામાં આવી છે.

  Article Content Image

Gujarat