For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શું તમે હોમ લોનનો ઈએમઆઈ ચૂકવી શકતા નથી, તો આ પ્રક્રિયા અપનાવી ડિફોલ્ટ થતાં બચો

Updated: Apr 17th, 2024

શું તમે હોમ લોનનો ઈએમઆઈ ચૂકવી શકતા નથી, તો આ પ્રક્રિયા અપનાવી ડિફોલ્ટ થતાં બચો


Home Loan EMI: માલિકીનું ઘર ખરીદવાનું સ્વપ્ન હવે લોન મારફત ઝડપથી પૂરૂ થઈ રહ્યું છે. લોકો સરળતાથી મળતી લોન લઈ પોતાનું ઘર ખરીદી રહ્યા છે. 

અમુક દસ્તાવેજોની મદદથી હવે લોન લેવુ સરળ થયુ છે. તેમાંય એનબીએફસી અને ફાઈનાન્સિયલ સર્વિસિઝની વધતી સંખ્યાઓ ઓછા દસ્તાવેજો પર ઉંચા દરે લોન પ્રદાન કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે, હોમ લોન ચૂકવવામાં તમે નિષ્ફળ ગયા તો લગભગ છ માસમાં જ બેન્ક તમારા સ્વપ્નનું ઘર જપ્ત કરી શકે છે.

ઈએમઆઈ ન ચૂકવવા પર કાર્યવાહી

બેન્ક હોમ લોનને સિક્યોર લોન કેટેગરીમાં આવરી લે છે. અર્થાત બેન્ક સંપત્તિ મોર્ગેજ કરી હોમ લોન પ્રદાન કરે છે. જેથી જો લોનધારક ઈએમઆઈ ચૂકવવામાં નિષ્ફળ જાય તો ગિરો મૂકેલી તેની સંપત્તિ જપ્ત કરી તેની હરાજી પેટે લોનની બાકી રકમ વસૂલે છે.

લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરો

જો તમે આર્થિક ભીડમાં હોવ અને હોમ લોનનો ઈએમઆઈ ચૂકવવા અસમર્થ છો, તો તમે બેન્કનો સંપર્ક સાધી લોનને રિસ્ટ્રક્ચર્ડ કરી શકો છો. તમારી આર્થિક ભીંસ વિશે જણાવી ચર્ચાઓના આધારે બેન્ક તમારી હોમ લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરે છે. જેમાં તમે દસ્તાવેજો સોંપી શકો છો. લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરવાથી લોનનો ઈએમઆ અમુક મહિના સુધી ચૂકવવાનો રહેતો નથી, તેમજ ઈએમઆઈની રકમ પણ તમારી ક્ષમતા અનુસાર ઓછી કરાવી શકો છો. જો કે, તેમાં હોમ લોનની મુદ્દત વધી જાય છે.

હોમ લોનને પ્રાધાન્ય આપો

પોતાની માલિકીનું ઘર લેવા માટે લોકો મોટી રકમની હોમલોન લેતાં હોય છે. સ્વપ્નનું ઘર છીનવાઈ ન જાય તેનુ ધ્યાન રાખતાં હંમેશા હોમ લોનને પ્રાધાન્ય આપો. આર્થિક ભીડમાં તમારા રોકણોમાંથી પણ હોમ લોનનો ઈએમઆઈ સમયસર ચૂકવવાનો રાખો. જેથી તમારો સિબિલ સ્કોર પણ જળવાઈ રહે. અને ભવિષ્યમાં અન્ય લોન મળી શકે.

રિકવરી એજન્ટ ધમકી આપે તો શું કરશો?

લોનનો ઈએમઆઈ ચૂકવવામાં નિષ્ફળ થયા હોવ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપનીઓના રિકવરી એજન્ટ તરફથી ધાક-ધમકી મળી રહી હોય, તમારા પર દબાણ કરી રહ્યા હોય તો તમે પોલિસ સ્ટેશનમાં તે કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી શકો છે. લોનનો ઈએમઆઈ ન ચૂકવવાનો વિવાદ સિવિલ કેસ હેઠળ આવરી લેવામાં આવ્યો હોવાથી ડિફોલ્ટર સાથે કોઈ ધાકધમકી કે પ્રેશર કરી શકાય નહિં. તમે આરબીઆઈ વિરૂદ્ધ ફરિયાદ પણ કરી શકો છો.

Gujarat