For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Gold Prices Today: અમદાવાદ ખાતે આજે સોના-ચાંદીના ભાવ વધ્યા, જાણો કેટલી કિંમત થઈ

Updated: May 6th, 2024


Gold Prices Today: અમદાવાદ ખાતે આજે સોના-ચાંદીના ભાવ વધ્યા, જાણો કેટલી કિંમત થઈ

Gold Prices Today: અમદાવાદ ખાતે સોનાનો ભાવ ગત સપ્તાહે 1200 રૂપિયા ઘટ્યા બાદ રૂ. 500 વધી રૂ. 74000 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદી પણ રૂ. 1000 વધી રૂ. 82000 પ્રતિ કિગ્રા આસપાસ ક્વોટ થઈ રહ્યું હતું. અહીં સોનાના ભાવ 99.9 અને ચાંદી ચોરસાના ભાવ આપેલા છે.

એમસીએક્સમાં સોનાની કિંમત રૂ. 500 વધી 71200 થઈ છે. સોના-ચાંદીમાં તેજી પાછળનું કારણ મધ્ય-પૂર્વમાં ફરી શરૂ થયેલો તણાવ તેમજ યુએસના નબળા રોજગાર ડેટા છે. જેના કારણે અમેરિકી ફેડ દ્વારા આ વર્ષે વ્યાજદરોમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓને પુનઃ વધારો કર્યો છે.

આગામી ટૂંકાગાળામાં સોનુ 70000થી 72500ની રેન્જમાં ટ્રેડ થાય તેવો આશાવાદ કોમોડિટી નિષ્ણાત આપી રહ્યા છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ 18.40 ડોલર વધી 2326.80 ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

ડોલર સ્થિર, રૂપિયો 6 પૈસા તૂટ્યો

અમેરિકાના બિનઅપેક્ષિત રોજગારીના નબળા આંકડાઓના પગલે આજે ડોલર ઈન્ડેક્સ 105ના સ્તરે સ્થિર રહ્યો હતો. રૂપિયો 6 પૈસા તૂટી 83.50 થયા બાદ અંતે 4 પૈસા ઘટાડે 83.49 પર બંધ રહ્યો હતો. લોકસભા ચૂંટણીમાં ડોલર સામે રૂપિયામાં પ્રેશર જળવાઈ રહી શકે છે. જે 83.35-83.65ની રેન્જમાં ટ્રેડ થઈ શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા

સઉદી અરબમાં ફરી પાછી તણાવની સ્થિતિમાં વધારો થતાં ક્રૂડ ઓઈલ વાયદો આજે ઉંચકાયો છે. બ્રેન્ટ ક્રૂડ 77 સેન્ટ વધી 83.73 ડોલર પ્રતિ બેરલ, જ્યારે યુએસ ટેક્સાસ ક્રૂડ ફ્યુચર્સ 87 સેન્ટ વધી 78.98 ડોલર પ્રતિ બેરલ થયુ છે.


  Article Content Image

Gujarat