For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકન ઈતિહાસના સૌથી મોટા 'ક્રિપ્ટો ફ્રોડ' મામલે દોષિત બેંકમેન ફ્રાઈડને 25 વર્ષની જેલની સજા

Updated: Mar 29th, 2024

Article Content Image

Crypto Fraud news | અમેરિકામાં FTX ના સંસ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડને જજે  25 વર્ષની જેલની સજા ફટકારી હતી. ફ્રાઈડ પર તેની કંપની FTX દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના ગ્રાહકો સાથે આઠ અબજ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ હતો. તેની કંપની આ ફ્રોડ કર્યા બાદ નાદાર જાહેર થઈ ગઇ હતી. પ્રોસિક્યુટર્સે આ કેસને અમેરિકન ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી ગણાવી હતી.

બેંકમેન ફ્રાઈડના દાવા ફગાવાયા 

મેનહટન ડિસ્ટ્રિક્ટ જજ લુઈસ કપલાને સુનાવણી દરમિયાન બેંકમેન-ફ્રાઈડના એ દાવાને ફગાવી દીધા હતા કે FTX ના ગ્રાહકોએ નાણાં ગુમાવ્યા નથી અને તેના સામે ખોટી સાક્ષીઓ પૂરવામાં આવી હતી. જ્યુરીએ બેંકમેનને FTX ના 2022 ના પતન સંબંધિત સાત છેતરપિંડી અને કાવતરાના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. 

બેંકમેન ફ્રાઈડને પસ્તાવો નથી.. 

કપલાને કહ્યું કે બેંકમેન-ફ્રાઈડને કોઈ પસ્તાવો નથી. સજા સંભળાવતા પહેલા ન્યાયાધીશે કહ્યું કે બેંકમેનને ખબર હતી કે તે ખોટું કરી રહ્યો છે. તે જાણતો હતો કે તે ગુનેગાર છે પરંતુ તે કંઈપણ સ્વીકારવા તૈયાર નથી, જેમ કે તેનો અધિકાર છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે સ્વીકાર્યું કે ટ્રાયલ દરમિયાન બેંકમેન ખોટું બોલ્યો હતો.

કોર્ટે અગાઉ આ નિર્ણય આપ્યો હતો

કોર્ટે અગાઉ તેના નિર્ણયમાં કહ્યું હતું કે અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ લુઈસ કેપલાને નોંધ લીધી કે પ્રતિવાદીએ સાક્ષીઓ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનાને જોતાં બેંકમેન-ફ્રાઈડને ફેડરલ કસ્ટડીમાં પરત કરવા મોકલી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

Article Content Image

Gujarat