For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

FII Sell-Off: ચાર ટ્રેડિંગ સેશનમાં 20 હજાર કરોડની વેચવાલી બાદ આજે વિદેશી રોકાણકારોએ રૂ. 129 કરોડનું રોકાણ કર્યું

Updated: Apr 19th, 2024

FII Sell-Off: ચાર ટ્રેડિંગ સેશનમાં 20 હજાર કરોડની વેચવાલી બાદ આજે વિદેશી રોકાણકારોએ રૂ. 129 કરોડનું રોકાણ કર્યું

FII Sell-off: મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુએસ બોન્ડ યીલ્ડમાં નોંધપાત્ર ઉછાળા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ માત્ર ચાર ટ્રેડિંગ સેશનમાં રૂ. 20,000 કરોડથી વધુ રોકાણ પાછું ખેંચ્યું છે.

સોમવારે રૂ. 3268 કરોડ, મંગળવારે 4468 કરોડ અને ગુરૂવારે રૂ. 4260 કરોડની વેચવાલી નોંધાવી છે. 12 એપ્રિલે પણ રૂ. 8027 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ડેટા મુજબ ચાર દિવસમાં કુલ રૂ. 20,023 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે.

એફઆઈઆઈએ 129 કરોડનું રોકાણ કર્યું

વિદેશી રોકાણકારોએ છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં મોટાપાયે વેચવાલી નોંધાવ્યા બાદ આજે રૂ. 129.39 કરોડનું રોકાણ કર્યું છે. બીજી બાજુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ 52.50 કરોડની વેચવાલી નોંધાવી પ્રોફિટ બુક કર્યો હતો.

અન્ય દેશોમાં પણ FIIની વેચવાલી

ભારતીય બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં, નિફ્ટી 50 અને સેન્સેક્સ બંને અનુક્રમે 2.85% અને 2.9% તૂટ્યા છે. FPIs વેચાણનું વલણ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી; વિદેશી રોકાણકારો પણ અન્ય ઊભરતાં બજારોમાંના શેરોમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. તેઓ સરકાર સમર્થિત બોન્ડ્સ અને સોના જેવી સંપત્તિઓમાં ઓછા જોખમ સાથે સુરક્ષિત તકો જોઈ રહ્યા છે.

માર્ચના ફુગાવાના ડેટા વિશ્લેષકોની અપેક્ષાઓ કરતાં વધ્યા ત્યારથી યુએસ બોન્ડ યીલ્ડમાં સતત વધારો જોવા મળ્યો છે. વધુમાં, યુએસ અર્થતંત્રે માર્ચમાં રિટેલ વેચાણમાં 0.7%ની વૃદ્ધિ નોંધાઈ છે, જે અપેક્ષિત 0.3% કરતાં વધી ગઈ, વ્યાજ દરો 23-વર્ષની ટોચે પહોંચ્યા છે.

યુ.એસ.ની 2-વર્ષની ટ્રેઝરી યીલ્ડ ગુરુવારે 5% વધી હતી, જ્યારે 10-વર્ષની ટ્રેઝરી યીલ્ડ લગભગ 5 બેસિસ પોઈન્ટ વધીને 4.633% થઈ હતી. યુ.એસ. મિડ-એટલાન્ટિક પ્રદેશમાં તાજેતરની મેન્યુફેક્ચરિંગ પ્રવૃતિમાં એપ્રિલમાં બે વર્ષમાં સૌથી વધુ વિસ્તરણ નવા ઓર્ડર અને ફિનિશ્ડ માલના શિપમેન્ટને કારણે થયું હતું, જોકે રોજગારીમાં ઘટાડો ચાલુ રહ્યો હતો, જેણે યુએસ અર્થતંત્રમાં મજબૂતાઈ દર્શાવી હતી.

એફપીઆઈની વેચવાલી જારી રહેશે

યુએસ બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઉછાળાના કારણે FII દ્વારા વેચવાલી વધી છે. જે વર્તમાન પરિબળોના પગલે આગામી સમયમાં પણ વધશે. રોકાણકારો જિયો-પોલિટિકલ મોરચે સ્પષ્ટતાની રાહ જોઈ શકે છે. અનિશ્ચિતતા વધી છે.

સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા

ઈરાન, ઈરાક અને સીરિયામાં વિસ્ફોટોના અહેવાલો વચ્ચે, ભારતીય શેરોએ શુક્રવારે સતત છઠ્ઠા ટ્રેડિંગ સત્રમાં તેમના ડાઉનવર્ડ ટ્રેન્ડને લંબાવ્યો હતો. નિફ્ટી50 0.99% ઘટીને 21,777.65 પોઈન્ટની ઈન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ 0.92% ઘટીને 71,816 પોઈન્ટની ઈન્ટ્રા ડે નીચી સપાટીએ પહોંચ્યો હતો.

  Article Content Image

/p>



Gujarat