For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈરાન મામલે અમેરિકાએ ફરી સંકજો કસ્યો, ત્રણ ભારતીય સહિત એક ડઝનથી વધુ કંપની પર પ્રતિબંધ

Updated: Apr 26th, 2024

ઈરાન મામલે અમેરિકાએ ફરી સંકજો કસ્યો, ત્રણ ભારતીય સહિત એક ડઝનથી વધુ કંપની પર પ્રતિબંધ

Image: IANS



USA banned companies: અમેરિકાના ટ્રેઝરી વિભાગે ઈરાન સાથે વેપાર કરતી એક ડઝનથી વધુ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ દરમિયાન ઈરાનના સૈન્ય દળો સાથે મળી ગેરકાયદે વેપાર અને અનમેન્ડ એરિયલ વ્હિકલ (UAV)ના ગુપ્ત વેચાણ તથા નાણાકીય સુવિધા પ્રદાન કરી હોવાના આરોપ હેઠળ અમેરિકાએ આ કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. 

ગુરૂવારે અમેરિકા દ્વારા ઈરાની સેના સાથે મળી ગેરકાયદે વેપાર અને યુએવી ટ્રાન્સફર્સની સુવિધાના આરોપસર એક ડઝનથી વધુ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેમાં ભારતની ત્રણ કંપનીઓ સામેલ છે. અમેરિકાએ અગાઉ પણ ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ઈરાન સાથેના દ્વિપક્ષીય વેપારો પર પ્રતિબંધો લાદ્યા હતા.

ભારતની આ કંપનીઓ પર પ્રતિબંધ

આ મામલે સહારા થંડર (Sahara Thunder) મુખ્ય આરોપી કંપની રૂપે ઓળખવામાં આવી છે. જે ઈરાનની વાણિજ્યિક ગતિવિધિઓ પર નજર રાખે છે. સહારા થંડરનું સમર્થન કરવા બદલ ભારતની ઝેન શિપિંગ (Zen Shipping), પોર્ટ ઈન્ડિયા પ્રા. લિ. (Port India Private Limited) અને સી આર્ટ શિપ મેનેજમેન્ટ (ઓપીસી) પ્રા. લિ. (Sea Art Ship Management (OPC) Private Limited) પર પ્રતિબંધ લાદ્યો છે.

રશિયા અને વેનેઝુએલા ટ્રેઝરીમાં જણાવ્યું હતું કે, ઈરાનનું સૈન્ય એકમ સહારા થંડર ઈરાનની ડિફેન્સ એન્ડ આર્મ ફોર્સિસ લોજિસ્ટિક્સ મિનિસ્ટ્રી વતી ઈરાની કોમોડિટીનું વેચાણ અને શીપમેન્ટ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના, રશિયા, વેનેઝુએલામાં કરે છે. સહારા થંડરે કુક આઈલેન્ડ માટે ભારતની ઝેન શિપિંગ અને પોર્ટ ઈન્ડિયા પ્રા.લિ. સાથે ટાઈમ ચાર્ટર કોન્ટ્રાક્ટ કર્યા છે. જેનું મેનેજમેન્ટ અને સંચાલન યુએઈ સ્થિત સેફ સીઝ શિપ મેનેજમેન્ટ દ્વારા થાય છે.


  Article Content Image

Gujarat