For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હવે સસ્તી મળશે ફ્લાઈટ ટિકિટ, DGCA દ્વારા નવી ગાઈડલાઈન બહાર પડાઈ, જાણો ફેરફાર અંગે

Updated: Apr 28th, 2024

હવે સસ્તી મળશે ફ્લાઈટ ટિકિટ, DGCA દ્વારા નવી ગાઈડલાઈન બહાર પડાઈ, જાણો ફેરફાર અંગે

Flight Ticket : સિવિલ એવિએશન સેન્ટરના રેગુલેટર DGCAએ એરલાઈન્સ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ નવા નિયમોને લઈને ફ્લાઈટ ટિકિટ ટુંક સમયમાં સસ્તી થઈ શકે છે. DGCAને માહિતી મળી હતી કે કેટલીક વખત પેસેન્જર તે સેવાઓની ચૂકવણી કરી રહ્યા છે, જેનો તેઓ ઉપયોગ જ નથી કરતા. આ સેવાઓની અનેક પેસેન્જરને જરૂર પણ નથી પડતી. એટલા માટે DGCAએ નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે પેસેન્જરને માત્ર તેમની સેવાઓ માટે ચૂકવણી કરવી પડશે, જેનો તેઓ ઉપયોગ કરવા માગે છે.

મુસાફરોને સેવાઓ પસંદ કરવાની મળશે છૂટ

DGCAએ 23 એપ્રિલે જાહેર કરેલા સર્ક્યુલર તમામ એરલાઈન્સને નિર્દેશ આપ્યા છે કે તેઓ મુસાફરોને સેવાઓ પસંદ કરવાની આઝાદી આપે. તેનાથી ફ્લાઈટ ટિકિટના મૂળ ભાડામાં ઘટાડો આવે અને ભાડુ સસ્તુ થઈ શકે. સાથે જ મુસાફર નક્કી કરી શકશે કે તેમણે કઈ સુવિધા જોઈએ અને કઈ નહીં. જોકે, મુસાફર ભાડામાં એરલાઈન્સ કેટલીક સેવાઓનો ચાર્જ જોડી દે છે. તેવામાં મૂળ ભાડું અને છેલ્લા ચાર્જમાં મોટો ફરક આવી જાય છે. DGCAને આ અંગે કેટલાક ફીડબેક મળ્યા હતા. જેના પર ધ્યાન આપ્યા બાદ સર્વિસને પસંદ કરવાની આઝાદી કસ્ટમરને આપવામાં આવી છે જેથી તેઓ માત્ર એજ વસ્તુઓના પૈસા ચૂકવે, જે તેમને જોઈએ છે.

પેસેન્જર્સ પર લાગતો ચાર્જ સ્પષ્ટ બતાવવો પડશે

DGCA સર્ક્યુલરના અનુસાર, હવે એરલાઈન્સને સીટ નક્કી કરવા, સ્નેક્સ/ડ્રિંક્સ ચાર્જ (પાણી ફ્રી રહેશે), ચેક ઈન બેગેજ ચાર્જ, સ્પોર્સ્ટ ઇક્વિપમેન્ટ ચાર્જ, મ્યૂઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ ચાર્જ, કિમતી સામાનની ફીને અનબંડલ કરવી પડશે. એરલાઈન ફ્રી બેગેજ એલાઉન્સ આપી શકશે. સામાનની સાથે આવનારા પેસેન્જર્સ પર લાગતો ચાર્જ સ્પષ્ટ બતાવવો પડશે. સાથે જ આ ફી ટિકિટ પર પણ પ્રિન્ટ કરવી પડશે. અનબંડલ કરાયેલી સર્વિસની પણ સ્પષ્ટ માહિતી આપવી પડશે.

તમામ સર્વિસના ચાર્જ ફિક્સ હશે

સર્ક્યુલરમાં કહેવાયું છે કે, પેસેન્જરને તમામ માહિતી સ્પષ્ટ રીતે આપવી પડશે જેથી તેઓ પોતાના હિસાબથી સુવિધાઓની પસંદગી કરી શકે. કોઈ પણ રીતે ભ્રમની સ્થિતિ ન બનવી જોઈએ, જેનાથી ભૂલથી પણ પેસેન્જરને વધુ ચાર્જ ચુકવવો પડશે. તેમને ખબર હોવી જોઈએ કે કઈ સુવિધા માટે તેમને કેટલો ચાર્જ ચુકવવો પડશે. આ તમામ સર્વિસના ચાર્જ ફિક્સ હશે.

Gujarat