For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાયબર ફ્રોડ રોકવા સરકારનું પગલુંઃ બેંકોને ગ્રાહકોનું જિયોલોકેશન અને ઓટીપી ડિલિવરીનું સ્થળ ટ્રે્ક કરવાની મંજૂરી અપાશે

Updated: Apr 24th, 2024

સાયબર ફ્રોડ રોકવા સરકારનું પગલુંઃ બેંકોને ગ્રાહકોનું જિયોલોકેશન અને ઓટીપી ડિલિવરીનું સ્થળ ટ્રે્ક કરવાની મંજૂરી અપાશે

OTP Fraud: કોઇપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTPનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં પણ લોકો છેતરપિંડી કરી જતા હોય છે. ઘણીવાર મોબાઇલ હેક કરીને તો ઘણીવાર લોકો જાતે જ OTP આપી દેતા હોય છે. હવે સરકાર એક સિસ્ટમ તૈયાર કરવા જઈ રહી છે જેમાં OTP દ્વારા છેતરપિંડી અટકાવી શકાય. 

આ માટે ગૃહ મંત્રાલય એસબીઆઈ કાર્ડ અને ટેલિકોમ ઓપરેટર સાથે મળીને કામ કરી રહ્યા છે. એના માટે એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવશે કે જો કોઈ છેતરપિંડીથી OTP હાંસલ કરી લે છે તો તેની ચેતવણી વ્યક્તિને મળી જશે. જેથી છેતરપિંડી રોકી શકાશે. 

ડેટાબેઝની તપાસ બાદ જ OTP મોકલવામાં આવશે 

છેતરપિંડી અટકાવવા માટે બેંકોને ગ્રાહકના રજિસ્ટર્ડ એડ્રેસ તેમજ તેમનું લોકેશન અને OTP ક્યાં લોકેશન પર મળી રહ્યું છે તેને ટ્રેક કરવાની મંજૂરી આપવામાં આવશે. જો બંને લોકેશનમાં તફાવત જોવા મળે તો ગ્રાહકને સંભવિત ફિશિંગ હુમલાની ચેતવણી આપી શકાય. 

આ સિસ્ટમ હાલ પરીક્ષણ હેઠળ છે 

રિઝર્વ બેંક આવી છેતરપિંડીને રોકવા માટે ડિજિટલ પેમેન્ટ દરમિયાન ખરાઈ કરવા પર ભાર મૂકી રહી છે. આવી છેતરપિંડીને રોકવા માટે OTP ડિલિવરીનું લોકેશન અને સિમ કાર્ડનું લોકેશન  જો અલગ અલગ આવે છે તો તે ડિવાઈસ પર પોપ-અપ એલર્ટ કરવામાં આવશે અથવા તો OTPને બ્લોક કરી દેવામાં આવશે. જો કે હાલ આ સિસ્ટમ પરીક્ષણ હેઠળ છે. 

2021 અને 2023 વચ્ચે રૂ.10,319 કરોડની છેતરપિંડી

ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના એક રિપોર્ટ અનુસાર, સાઈબર ગુનેગારોએ એપ્રિલ 2021 અને ડિસેમ્બર 2023  દરમિયાન રૂ.10,319 કરોડની છેતરપિંડી કરી છે. 

સરકારે ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર હેઠળ 'સિટીઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ'ની શરૂઆત કરી છે. જેમાં ફેબ્રુઆરી 2024 સુધીમાં મળેલી 4 લાખ 70 હજારથી વધુ ફરિયાદોમાંથી આશરે રૂ. 1,200 કરોડની છેતરપિંડી અટકાવી છે.

Gujarat