For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મેષમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા સૂર્ય, આ 6 રાશિના જાતકોને થશે લાભ

Updated: May 7th, 2024

મેષમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા સૂર્ય, આ 6 રાશિના જાતકોને થશે લાભ
Image Envato

Surya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય ભગવાન દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે. મે મહિનામાં સૂર્ય મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જે આગામી 14મીએ સાંજે 06:05 કલાકે શુક્રની રાશિમાં પ્રવેશ કરશે અને 15મી જૂન સુધી આ રાશિમાં રહેશે. સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ મેષ અને કર્ક સહિત આ 6 રાશિઓ માટે શુભ પરિણામ લાવશે. આ સમયગાળા દરમિયાન કેટલાક લોકોને સરકારી નોકરી મેળવવામાં સફળતા મળી શકે છે. જેમા આ 6 રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેવાનો છે. 

મેષ રાશિ

ગ્રહોના રાજા સૂર્યદેવ હાલમાં મેષ રાશિમાં બિરાજમાન છે, અને હવે મેષ રાશિમાંથી બહાર નીકળીને વૃષભમાં પ્રવેશ કરવાના છે. તમને જણાવી દઈએ કે, ધનના મામલે તા. 14 મેથી 15 જૂન સુધી મેષ રાશિના લોકો માટે આ સમય ઘણો સારો રહેવાનો છે.  આ સમયગાળા દરમિયાન તમને અચાનક કોઈ નાણાકીય લાભ મળી શકે છે અને તમારું આર્થિક પાસું મજબૂત બનશે. આ ઉપરાંત આવકના નવા સ્ત્રોત ઉભા થશે. આ સમયગાળા દરમિયાન તમને પૈસા કમાવવામાં સફળતા મળશે. કરિયરમાં આગળ વધવામાં સફળતા મળશે. 

વૃષભ રાશિ

આ રાશિ માટે સૂર્યનું ગોચર ભાગ્યશાળી રહેશે. આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના લોકોને સાનુકૂળ પરિણામ મળશે. આ ગોચર આ રાશિ માટે શુભ સાબિત થશે. અને જો તમે સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા છો, તો તમારા પ્રયત્નો વધારવાથી સફળતા મળી શકે છે. તમને મન વાંછિત પરિણામ મળી શકે છે. આ સિવાય જો તમે નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ યોગ્ય સમય છે. સફળતા મળવાની સંપૂર્ણ આશા છે.

કર્ક રાશિ

સુર્યદેવનું આ ગોચર કર્ક રાશિના લોકો માટે આર્થિક પ્રગતિના દ્વાર ખોલી શકે છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને પગારમાં વધારો થવાની સંભાવના છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને સારો નફો મળવાની ઘણી તકો મળી શકે છે. તેમજ આ સમયે આરોગ્યમાં સુધારો થશે. આ સમયે તમારું માન અને સન્માન વધશે અને નવું કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તેનાથી તમને આર્થિક લાભ થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે પણ સૂર્યનું ગોચર ફળદાયી સાબિત થશે. કરિયરની દૃષ્ટિએ પણ આ સમય સારો રહેશે. નોકરી-ધંધામાં પ્રગતિ જોવા મળે. આ સમયમાં તમારો અસરકારક પ્રભાવ રહે તેમજ માન-સમ્માન અને કીર્તિમાં વધારો થશે અને પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. વ્યવસાયિક લોકો સાથે નવા સંબંધો સ્થાપિત થશે, જે તમારા કાર્યમાં વધારો કરી શકે છે. 

કન્યા રાશિ

આ સમયગાળો નોકરી કરતાં લોકો માટે 15 જૂન સુધીનો સમય શુભ રહેવાનો છે. આ સમય દરમિયાન તમારે મુસાફરી કરવાનો યોગ બની રહ્યો છે. તેનાથી તમારા કરિયરમાં પ્રગતિની થઈ શકે છે. આ સમય દરમિયાન વેપારી વર્ગના લોકો નવી યોજનાઓ લાગુ કરી શકે છે, જેનો ભવિષ્યમાં ફાયદો મળી શકે છે. ધંધામાં તમને ભાગીદારીથી લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બને. નવું કામ મળવાથી સંપત્તિ અને કીર્તિમાં વધારો થાય.

ધન રાશિ

સૂર્યના ગોચરથી આ રાશિના લોકોને વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. તમે નવી કાર ખરીદશો. તમને તમારા કરિયરમાં આગળ વધવાની તક મળશે. જેનો તમે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ગોચર પછી તમને ઘણી મોટી ઑફર્સ પણ મળી શકે છે. પારિવારિક સુખની પ્રાપ્તિ થાય. પિતા સાથેના સંબંધોમાં મધુરતા આવે.

Gujarat