For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 29 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Mar 29th, 2024

Article Content Image

મેષ : બપોર સુધી કામમાં સાનુકુળતા જણાય. ત્યાર બાદ કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. ખર્ચ થાય.

વૃષભ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપના કામનો ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં રાહત રહે.

મિથુન : વાણીની મીઠાશથી કામમાં લાભ-ફાયદો મેળવી શકો. બપોર પછી આપના કામ અંગે દોડધામ-શ્રમમાં વધારો થાય.

કર્ક : દિવસનો પ્રારંભ ઉચાટ-ઉદ્વેગથી થાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થથી જાય. કામ ઉકેલાય.

સિંહ : નોકર-ચાકરવર્ગના સહકારથી કામનો ઉકેલ લાવી શકો. બપોર પછી આપે ઉતાવળમાં આવીને કોઈ કામ કરવા નહીં.

કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક-ઘરાકી આવી જાય.

તુલા : આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. અગત્યના નિર્ણય લેવામાં સરળતા રહે.

વૃશ્ચિક : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને રાહત-શાંતિનો અનુભવ થતો જાય. કામમાં સરળતા થતી જાય.

ધન : દિવસના પ્રારંભે આકસ્મિક સાનુકુળતાથી કામમાં સરળતા-ઝડપ રહે. બપોર પછી આપને કામમાં તકલીફ જણાય.

મકર : આપના કામ અંગે દોડધામ-શ્રમ જણાય. ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા અનુભવાય.

કુંભ : આપના કામમાં સાનુકુળતા રહે. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. મિત્રવર્ગનો સહકાર રહે.

મીન : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેનીથી થાય. આપે આરોગ્યની કાળજી રાખવી પડે. બપોર પછી આપને રાહત-શાંતિ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat