For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 28 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Apr 28th, 2024

વાંચો તમારું 28 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં સાનુકુળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય.

વૃષભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય.

મિથુન : આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપને સાનુકુળતા જણાય. હર્ષ લાભ રહે.

કર્ક : આપના કામમાં દોડધામ-શ્રમ અનુભવાય. મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ-ખરીદી જણાય.

સિંહ : આપની બુધ્ધિ અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી પ્રગતિ કરી શકો. પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે.

કન્યા : નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. વાદ-વિવાદ ગેરસમજથી સંભાળવું પડે.

તુલા : અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. નોકરી-ધંધાના કામકાજ અંગે આકસ્મિક યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે કુટુંબ પરિવારના કામ અંગે વ્યસ્તતા જણાય. જો કે કામકાજનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય.

ધન : માનસિક પરિતાપ વ્યગ્રતા, વિચારોની દ્વિધા અસમંજસતાં રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.

મકર : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થયા કરે. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી કામ કરવું.

કુંભ : આપને ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો મળી રહે. સંતાનના પ્રશ્ને ખર્ચ-ખરીદી જણાય.

મીન : કામકાજની વ્યસ્તતામાં દિવસ પસાર થાય. ઘર-પરિવાર સગા-સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat