For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 25 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Apr 25th, 2024

વાંચો તમારું 25 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે અન્ય કામ રહે. આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મુલાકાત થઈ શકે.

વૃષભ : આપના કામમાં હરિફ વર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સાસરી પક્ષ- મોસાળ પક્ષનું કામકાજ જણાય.

મિથુન : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.

કર્ક : ઘર-પરિવારની ચિંતાને લીધે કામકાજમાં મન લાગે નહીં. જમીન-મકાન-વાહનના કામમાં રૂકાવટ જણાય. ઉતાવળ કરવી નહીં.

સિંહ : નોકરી-ધંધાના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું થાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.

કન્યા : આપના કામમાં કુટુંબ-પરિવારનો સાથ મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આંખોમાં દર્દ-પીડા રહે.

તુલા : રાજકીય સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.

વૃશ્ચિક : નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. પરદેશના કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય.

ધન : આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા જણાય. હર્ષ-લાભ રહે.

મકર : કામકાજની વ્યસ્તતાને લીધે દોડધામ-શ્રમ અનુભવાય. સ્થાવર-જંગમ મીલકતના કામમાં આપને સાનુકૂળતા મળી રહે.

કુંભ : સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગના સાથ-સહકારથી આપના કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. બઢતી-બદલીના કામ થાય.

મીન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની, તબિયતની અસ્વસ્થતા રહે. કામ કરવાની અનિચ્છા છતાં કામમાં જોડાવું પડે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat