For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 24 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Apr 24th, 2024

વાંચો તમારું 24 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : રાજકીય-સરકારી કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મહત્વના નિર્ણય લેવામાં આપે સાવધાની રાખવી પડે. ઉચાટ રહે.

વૃષભ : આપના કામમાં હરિફ વર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

મિથુન : વાણીની સંયમતા રાખીને શાંતિથી આપનું કામ કરી લેવું. સંતાનના પ્રશ્ને ચિંતા-દોડધામ અનુભવાય.

કર્ક : હૃદય-મનની વ્યગ્રતાને લીધે કામકાજમાં મન લાગે નહીં. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાવધાની રાખવી.

સિંહ : સહ કાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગની મુશ્કેલીના લીધે કામમાં વિલંબ જણાય. આયાત-નિકાસ, દેશ-પરદેશના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

કન્યા : કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-દોડધામ-ખર્ચ જણાય. આંખોમાં દર્દ-પીડા અનુભવાય. નાણાંકીય વ્યવહારોમાં ધ્યાન રાખવું.

તુલા : મહત્વના નિર્ણય લેવાના હોય તો મુલત્વી રાખવા. વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામ કરવામાં મુશ્કેલી અનુભવાય.

વૃશ્ચિક : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં રૂકાવટ-વિલંબ રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી.

ધન : આપના કામમાં ઉતાવળ કરવી નહીં, સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહે. પરદેશના કામમાં સાવધાની રાખવી પડે.

મકર : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મિત્ર વર્ગ-સગા-સંબંધીવર્ગની ચિંતા અનુભવાય. ખર્ચ-ખરીદી જણાય.

કુંભ : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાવધાની રાખવી પડે. નવા કોઈ કામકાજની શરૂઆત કરવી નહીં.

મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat