For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 20 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Apr 20th, 2024

વાંચો તમારું 20 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપની બુધ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. અગત્યના નિર્ણય લઈ શકાય.

વૃષભ : જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં રૂકાવટ રહે. ઘર-પરિવાની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં.

મિથુન : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય.

કર્ક : આપના કામમાં કુટુંબ-પરિવારનો સહયોગ મળી રહેતાં રાહત-આનંદની લાગણી અનુભવો. કામકાજમાં સાનુકૂળતા રહે.

સિંહ : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. મિલન-મુલાકાત થાય.

કન્યા : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી રહે. સાસરીપક્ષે-મોસાળપક્ષે બીમારી-ચિંતા અનુભવાય.

તુલા : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અગત્યના નિર્ણય લેવામાં સરળતા રહે.

વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. પરંતુ કામકાજ અંગે આપને દોડધામ-વ્યસ્તતા-શ્રમ રહે.

ધન : આપના કાર્યમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન થાય.

મકર :  આપના કામમાં પ્રતિકૂળતા રહે. સુસ્તી-બેચેનીના લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી.

કુંભ : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય સરકારી કામકાજમાં સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ આવે.

મીન : આપના કામકાજને પુર્ણ કરવા માટે દોડધામ-શ્રમ રહે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat