For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 19 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Apr 19th, 2024

વાંચો તમારું 19 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થાય.

વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

મિથુન : ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. અગત્યના કામની મિલન-મુલાકાત થાય.

કર્ક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

કન્યા : કોર્ટ-કચેરીના કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આપની મુશ્કેલીમાં વધારો થાય. વાહન ચલાવવામાં ઉતાવળ ન કરવી.

તુલા : આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહેતા રાહત જણાય. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ રહે.

વૃશ્ચિક : ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ- મિત્ર વર્ગના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. પરંતુ કામનો ઉકેલ આવતા રાહત રહે.

ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડનો સાથ-સહકાર રહે.

મકર : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. વધુ પડતી દોડધામ ચિંતાના લીધે તબીયતની અસ્વસ્થતા જણાય.

કુંભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

મીન : પ્રારંભિક પ્રતિકૂળતા બાદ આપને કામકાજમાં સાનુકૂળતા થતી જાય. સાસરીપક્ષ-મોસાળ પક્ષના કામ અંગે દોડધામ-શ્રમ રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat