For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 09 મેં 2024નું રાશિ ભવિષ્ય

Updated: May 9th, 2024

વાંચો તમારું 09 મેં 2024નું રાશિ ભવિષ્ય

મેષ : બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્તતા રહે.

વૃષભ : માનસિક પરિતાપ, વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા, અસમંજસતા અનુભવાય.

મિથુન : રાજકીય સરકારી કામમાં આપને રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. નાણાંકીય લેવડદેવડની બાબતમાં સાવધાની રાખવી.

કર્ક : પુત્ર- પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા પરિતાપ જણાય, મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.

સિંહ : નોકરી- ધંધાના આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ નવા કામ શરૂ કરવાનું મુલત્વી રાખવું.

કન્યા : યાત્રા- પ્રવાસ, મિલન- મુલાકાતમાં સાવધાની રાખવી પડે. દેશ- પરદેશના કામમાં આપને રૂકાવટ જણાય.

તુલા : તન- મન- ધનથી વાહનથી સંભાળીને આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ- વિવાદ મનદુ:ખથી સંભાળવું.

વૃશ્ચિક : વિચારોની દ્વિધા- અસમંજસતાના લીધે મહત્ત્વના નિર્ણય લેવામાં મુશ્કેલી જણાય. પત્ની સંતાનની ચિંતા જણાય.

ધન : આપના કાર્યમાં હરીફ વર્ગ, ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ રહે.

મકર : વાણીની સંયમતા રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સીઝનલ ધંધામાં ગ્રાહક વર્ગને તોડવાનો પ્રયાસ થાય.

કુંભ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જેવું જણાય નહીં. વાહનથી સંભાળવું પડે.

મીન : આપના યશ- પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી પડે. નોકર- ચાકર વર્ગ સાથે વાદ- વિવાદથી સંભાળવું.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat