For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બજરંગબલીને સાંજના સમયે લગાવો આ વસ્તુઓનુ ભોગ, હનુમાનજી થશે પ્રસન્ન

Updated: Apr 23rd, 2024

બજરંગબલીને સાંજના સમયે લગાવો આ વસ્તુઓનુ ભોગ, હનુમાનજી થશે પ્રસન્ન

Image:Freepik 

 Hanuman Jayanti:  હિંદુ ધર્મમાં દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હનુમાન જયંતિનો આ ખાસ અવસર તમામ હિંદુઓ અને હનુમાન ભક્તો માટે ખૂબ જ ખાસ તહેવાર છે. જો તમે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માંગો છો, તો તમે સાંજે કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરીને તમારું વ્રત પૂર્ણ કરી શકો છો.

મંગળવારે હનુમાન જયંતિ આવતા તેનું મહત્વ વધુ વધી ગયું છે, કારણ કે મંગળવાર રામ ભક્ત હનુમાનને સમર્પિત છે. મંગળવારના દિવસે બજરંગબલીની પૂજા-અર્ચના કરવાથી દરેક વિઘ્નોમાંથી મુક્તિ મળે છે. જે લોકોની કુંડળીમાં મંગલ દોષ હોય છે તેમને મંગળવારની પૂજાથી વિશેષ લાભ મળે છે. 

પાન

રામ ભક્ત હનુમાનને પ્રસન્ન કરવા માટે પાન ચઢાવવું જોઈએ. એવી માન્યતા છે કે ભગવાન હનુમાનને પાન અર્પિત કરવાથી જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે

બુંદી

હનુમાનજીને બુંદી ખૂબ જ પ્રિય છે. મંગળવારે સાંજની પૂજા દરમિયાન હનુમાનજીને બુંદી અર્પણ કરવી જોઈએ. તેનાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને લોકોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

તુલસીના પાન

તમે બજરંગબલીને પ્રસાદ તરીકે તુલસીના પાન પણ ચઢાવી શકો છો. એવું કહેવાય છે કે ભગવાન હનુમાનને તુલસીના પાન ચઢાવવાથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે. હનુમાનજીને તુલસીના પાન ખાવાનું પસંદ છે કારણ કે, તુલસીના પાન વગર તેમનું પેટ ભરતું નથી. તેથી હનુમાનજીના પ્રસાદમાં તુલસીના પાનનો સમાવેશ કરો.

કથા અનુસાર એક વખત માતા સીતા હનુમાનજીને ભોજન ખવડાવી રહી હતી. હનુમાનજી સવારથી સાંજ સુધી ખાતા રહ્યા, પરંતુ તેમનું પેટ ભરાયું નહીં. આ જોઈને સીતાજી ખૂબ નારાજ થયા અને રામજીને આનું કારણ પૂછ્યું. રામે કહ્યું કે, હનુમાનજીને બે તુલસીના પાન ખવડાવો, તેમનું પેટ તરત જ ભરાઈ જશે. સીતા માતાએ પણ એવું જ કર્યું અને હનુમાનજીનું પેટ ભરાઈ ગયું.

સંકટ મોચન હનુમાનને સિંદૂર ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં મંગળવાર અને શનિવારે તેમને સિંદૂર ચઢાવવું જોઈએ. આ દિવસે સિંદૂરમાં ચમેલીનું તેલ મિક્સ કરીને હનુમાનજીને ચઢાવો. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

Gujarat