For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુરુનું ગોચર આ ચાર રાશિઓ માટે રહેશે લાભદાયી, આ વસ્તુઓનું દાન કરવાથી ગુરુની રહેશે કૃપા

Updated: Apr 23rd, 2024

ગુરુનું ગોચર આ ચાર રાશિઓ માટે રહેશે લાભદાયી, આ વસ્તુઓનું દાન કરવાથી ગુરુની રહેશે કૃપા

Image: Freepik

Guru Gochar 2024: ભાગ્ય, ધન, લગ્ન જીવનના કારક ગુરુ 12 વર્ષ બાગ વૃષભ રાશિમાં ગોચર કરવાના છે. ગુરુનું ગોચર ખૂબ મહત્વનું હોય છે કેમ કે તેનાથી તમામ રાશિઓ પર શુભ-અશુભ અસર જોવા મળે છે.

ગુરુ 1 મે 2024એ બપોરે 01.50 મિનિટ પર મેષ રાશિથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુની બદલાતી ચાલ અમુક રાશિઓ માટે ખૂબ લાભદાયક થવાની છે. ગુરુની કૃપાથી તેમને પરિવારની સાથે આર્થિકરીતે પણ અપાર ખુશીઓ મળશે. 

ગુરુ ગોચર 2024થી આ રાશિઓની કિસ્મત ચમકશે

કન્યા રાશિ

ગુરુના રાશિ પરિવર્તનથી કન્યા રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. દેવગુરુ ગુરુના ભાગ્ય ભાવમાં હાજર રહેવાથી દરેક કાર્યમાં તમને સફળતા મળશે. ધનની સાથે કરિયરમાં પ્રગતિના માર્ગ ખુલશે. ધન આગમનના નવા માર્ગ ખુલશે. ધનલક્ષ્મીનું આગમન થશે. આ સાથે દાંપત્ય જીવનમાં મધુરતા આવશે.

મકર રાશિ

મકર રાશિના લોકોને ગુરુ ગોચર શિક્ષણના ક્ષેત્રે ફાયદો પહોંચાડશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે. લગ્ન માટે સારા સગાં આવશે. ટૂંક સમયમાં માંગલિક કાર્ય સંપન્ન થઈ શકે છે. વેપારી વર્ગને ગુરુની કૃપાથી પ્રગતિ જોવા મળશે. નોકરીની શોધ પૂરી થશે. ગુરુનું ગોચર તીવ્ર ગરમીમાં થઈ રહ્યું છે દરમિયાન જરૂરિયાતમંદોને જળ દાન, પીળા ફળ, કેરીનું દાન કરો. તેનાથી તેઓ ટૂંક સમયમાં પ્રસન્ન થાય છે.

વૃષભ રાશિ

ગુરુ તમારા લગ્ન ભાવમાં ગોચર કરી રહ્યાં છે. દરમિયાન જે કામને લાંબા સમયથી કરવાનું વિચારી રહ્યાં છો તે પૂરુ થશે. યાત્રાના યોગ બની રહ્યાં છે. ધર્મ-કર્મના કામમાં રસ વધશે. જે તમને માનસિક લાભ આપશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય ઝડપથી પૂર્ણ થશે. લવ લાઈફની દ્રષ્ટિએ ગોચર ખૂબ લકી રહેશે. દાંપત્ય જીવનમાં પણ મુશ્કેલીઓ દૂર થશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને ગુરુવારનું ગોચર સમૃદ્ધિ આપશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરીમાં તમારા કાર્યના વખાણ થશે. કોઈ નવી જવાબદારી મળી શકે છે. પરિવારમાં પ્રતિષ્ઠા વધશે. ગુરુની કૃપા પ્રાપ્તિ માટે તમે કેળાનું દાન કરો.

Gujarat