For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હરિપુરામાં મતદાન કર્યાં બાદ હાર્ટએટેકથી મહિલાનું મોત

Updated: May 8th, 2024

હરિપુરામાં મતદાન કર્યાં બાદ હાર્ટએટેકથી મહિલાનું મોત

આણંદ : ખંભાત વિધાનસભા મતવિસ્તારના હરિપુરા ગામે ચૂંટણીમાં મતદાન કરવા ગયેલા આધેડ મહીલાને મતદાન કર્યાં બાદ હ્ય્દયરોગનો હુમલો આવી જતાં મોત નિપજ્યું હતું. 

૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં હરિપુરામાં રહેતા સજનબેન કેશરીસંગ સોલંકી (ઉં.વ. ૫૮) પ્રાથમિક શાળા રાવપુરા, હરિપુરા ખાતે આવેલા મતદાન મથકે ખેડા લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે મત આપવા ગયાં હતાં. મત આપીને આવ્યાં બાદ અચાનક તેણીને હ્ય્દયરોગનો હુમલો આવી જતાં તેમનું મોત નિપજ્યું હતું. મહિલાના અવસાનથી પરિવારમાં માતમ ફેલાઈ ગયો હતો.    


Gujarat