Breaking News
આ સપ્તાહ દરમ્યાન અમેરિકાનું વધુ એક અંતરિક્ષયાન દુર્ઘટનાગ્રસ્ત * * * વર્લ્ડ બેન્ક વૈશ્વિક સ્તરે 500 નોકરીઓ પર કાપ મુકશે * * * પેટ્રોલના ભાવમાં લિટરે રૃા. ૨.૪૧ અને ડીઝલમાં રૃા.૨.૨૫નો ઘટાડો * * * રિતિક રોશનના ડાઇવોર્સ મંજૂર
Shatdal
  • Wednesday
  • October 29, 2014

Shatdal Top Story

પ્રાઈમ ટાઈમ

પ્રાઈમ ટાઈમ

October 29 at 2:00am

આશુતોષ ગોવારીકર માટે સૂરજ બરજાત્યાએ જગ્યા કરી આપવી પડે ? બોલીવુડમાં એવું ના બને. પરંતુ ટેલીવિઝન પર એવું થાય. અને એવું થયાનો કોઈને વાંધો કે અફસોસ ના હોય, કારણ કે ટેલીવિઝન પર આજે પણ કન્ટેન્ટ મહત્વનું છે, ક્રિએટર નહિ. વાત જાણે એમ છે કે આગામી સોમવારથી આશુતોષ
સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી

સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી

October 29 at 2:00am

શનિવારની બપોર. ફૂટપાથ પર ઝરતો વાદળિયો તડકો. સામે ચૌરાહા પરથી નીકળતી ભૂખરી સડકના સીના પર વાહનો બેહતાશા દોડતા હતાં, અને ફૂટપાથ પર માનવયંત્રો. સામે દેખાતી બેંકના બ્લ્યૂ શટર્સ પડી ચુક્યા હતાં. હાફ વર્કીંગ-ડે! 'લકી' હોટલના કોમન ફેમિલી રૃમમાંથી હું ભાગતી સડકોને, દોડતી
ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇ

ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇ

October 29 at 2:00am

ભારતભ્રમણ કરી રહેલા સ્વામી વિવેકાનંદની પાસે શરત્ચંદ્ર નામનો એકયુવાન આવ્યો. સ્વામી વિવેકાનંદનાં ભાષણો સાંભળીને એ અત્યંત પ્રભાવિત થયો હતો. એમનાં વિચારોએ આ યુવકના મનનું પરિવર્તન કર્યું હતું. યુવકે મનોમન વિચાર્યું કે આ સંસાર છોડીને સ્વામીજીના શરણે જાઉં અને સંન્યસ્ત ગ્રહણ કરું. સ્વામીજી
રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

October 29 at 2:00am

'હેં ? આપણા ગામમાં નાટક કંપની આવે છે ? ઊઘડી ગ્યાં ગામનાં ! નહિતર છેલ્લાં દસ વર્ષથી નાટક જોવા જ મળ્યું નથી આ ગા મને...' વાત વાયરે ઊડી હતી. જ્યાં જાય ત્યાં આ જ ચર્ચા ઃ 'જાણ્યું કાંઈ ?' ને પછી શરૃ થઇ જાય નાટક કંપની આવવાની વાત. સર્વત્ર વાતનાં વધામણાં થતાં હતાં. એક તો સાવ નાનકડું ગામ. માંડ બે હજારની
ગુફતેગો - ડૉ ચંદ્રકાંન્ત મહેતા

ગુફતેગો - ડૉ ચંદ્રકાંન્ત મહેતા

October 29 at 2:00am

માણસ કેવળ શ્વાસ લેતું પૂતળું નથી. એનામાં વિચારશક્તિ, બુધ્ધિ છે, પોતાનો દ્રષ્ટિકોણ છે, કોઠાસૂઝ છે. મતલબ કે માણસને કાયર રહેવા કે રાખવા ઈશ્વરે તેનું સર્જન કર્યું જ નથી! માણસનું વ્યક્તિત્વ એની પોતાની પ્રકૃતિને અધીન પણ છે અને પારિવારિક-સામાજિક-આર્થિક, અંગત
અન્તર્યાત્રા - ડૉ.સર્વેશ પ્ર.વોરા

અન્તર્યાત્રા - ડૉ.સર્વેશ પ્ર.વોરા

October 29 at 2:00am

દીવાલો, પતરાંની ટ્રંકો વગેરેને આકર્ષક રંગો લગાડવા પહેલાં પૂરતો સમય લઈને કાચપાનાં વડે ઘસવામાં આવે છે એ પ્રક્રિયા તમે જાણો છો? કાચપાનું ઘસાય એટલે દીવાલ પરના કાટ, જૂના મેલનાં થરો, નકામાં પોડાં ઊખડી જય, સપાટી નવો રંગ સ્વીકારવા ધારણ કરવા ટકાવી રાખવા માટે તૈયાર
ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા

ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા

October 29 at 2:00am

ગઈ ૧લી ઑક્ટોબરે જેમને ''ગાંધી મિત્ર એવોર્ડ'' અપાયો એવા ગરીબોના બેલી જેવા રાજકોટના જિતુભાઈની વાત કરીએ એ પહેલાં કાળા-ધોળાનો એક પ્રસંગ એમના જીવનના જન્માક્ષર જેવો હોઈ પહેલાં આપી દઉં છું...ઉનાળાની બળબળતી બપોરના ચાર વાગ્યાની આસપાસ એમના ફોનની ઘંટડી
ટોપ્સીટર્વી - અજિત પોપટ

ટોપ્સીટર્વી - અજિત પોપટ

October 29 at 2:00am

'... યોર ઓનર, અમે એક ચિમ્પાન્ઝીને માનવ જેવા કાનૂની અધિકારો આપવાનું નથી કહેતા. પરંતુ એ સાથે અમારો મુદ્દો સ્પષ્ટ છે. પચીસ વર્ષ સુધી લેબોરેટરીમાં સેવા આપનારા આ ચિમ્પાન્ઝી ટોમીને એ ઘરડો થયો એટલે જીવે ત્યાં સુધી છૂટથી હરી ફરી પણ ન શકે એવા પિંજરામાં પૂરવાને બદલે એને 'ચિમ્પ
ઇધર ઉધર - વિક્રમ વકીલ

ઇધર ઉધર - વિક્રમ વકીલ

October 29 at 2:00am

દિલ્હીનાં પત્રકારો અને રાજકારણીઓ માટે પાર્લામેન્ટનો સેન્ટ્રલ હોલ ખૂબ અગત્યનો ગણાય છે. પાર્લામેન્ટનું સેશન નથી હોતું ત્યારે પણ હાલના સંસદ સભ્યો તેમજ ભૂતપૂર્વ સંસદ સભ્યોની અવરજવર અહીં ચાલુ હોય છે. જો કે, હમણાં એક મહિના માટે આ સેન્ટ્રલ હોલ રીનોવેશન માટે બંધ રહેશે. યુપીએ
અંગત અંગત - મુકુલ ચોક્સી

અંગત અંગત - મુકુલ ચોક્સી

October 29 at 2:00am

પુરુષના શિશ્નોત્થાનની ઘટના એટલી સંવેદનશીલ હોય છે કે હજારો પરિબળ તેને અસર પહોંચાડી શકે છે. જો એની યાદી બનાવવા બેસીએ તો ક્યારેય પૂરી ન થાય. જાતજાતના ને ભાતભાતના કારણોસર ઘણા પુરુષો ટેમ્પરરીલી ઇરેક્શન ગુમાવી બેસતા હોય છે. પુરુષ કામુકતાનો અહેસાસ કરે અને પાર્ટનર