Breaking News
.

Latest Gujarat News

સ્વજનોના શોષણ અને આપ્તજનોના અત્યાચાર સામે પુરુષો લાચાર થયા

March 30 at 6:31pm

જ્યારે ત્રાસેલા પુરુષો એક સાથે જોડાય છે ત્યારે લાગે છે કે જાણે કોઈ ક્રૂર મજાક કરી રહ્યું છે! પુરુષ કે જે શારીરિક અને માનસિક બંને રીતે સ્ત્રી કરતાં સક્ષમ છે તેને કોણ પજવી શકે? પરંતુ તસવીરનું બીજું પાસું એ છે કે પુરુષને શારીરિક નહીં પરંતુ માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે...
More...
કિશોર-વયમાં 'સ્લિમ' થવાનો ક્રેઝ સારો નથી

March 30 at 6:17pm

આજકાલ પાતળા થવાનું જનૂન નાના-મોટા સહુ પર સવાર થયું છે. કિશોરપેઢી પણ આ દોટમાં પાછળ નથી. આથી તેઓ બ્રેકફાસ્ટ ન લઈને શરીરને પાતળું રાખવાનો યત્ન કરે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે સવારનો નાસ્તો છોડીને પાતળા રહેવાનો પ્રયાસ કરનારાનું વજન ઝડપથી ઓછું થવાને બદલે વધે છે...
More...
ઠંડા પીણાં ગટગટાવવાની આદત સ્વાસ્થ્યનાશક છે

March 30 at 6:08pm

કિશોર-કિશોરીઓ, યુવક-યુવતીઓના હાથમાં ઠંડાપીણાની બોટલો હંમેશા જોવા મળતી હોય છે. ઠંડા પીણા ગટગટાવવા એક ફેશન થઈ ગઈ છે. ..
More...
ગુજરાતના વાતાવારણમાં પલટો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ

March 30 at 2:59am

રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારના હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો. રાજ્યમાં છેલ્લા ચાર મહિનામાં પાંચમી વાર હવામાનમાં ભારે પલટો નોંધાયો છે. ..
More...
સરમણ ઝાલાને નિવૃત્ત કરવાને બદલે નોકરીમાંથી કાઢી મૂકાશે

March 30 at 2:57am

બિભત્સ પત્રકાંડમાં મહિલા પ્રોફેસરોના ભારે વિરોધને પગલે આખરે કુલપતિએ આજે તેમનો નિર્ણય બદલી નાખતા પ્રો.સરમણ ઝાલાને ફરજિયાત નિવૃતિ નહી આપને ડીસમીસ કરવાનો એટલે નોકરીમાંથી કાઢી મુકવાનો નિર્ણય લીધો છે.કુલપતિ દ્વારા હાલ ડિસમિસલ ઓર્ડર તૈયાર કરી દેવાયો છે અને જે તેઓને આવતીકાલે મોકલી અપાશે. ..
More...
કેન્દ્ર સહાયની રકમ વધારશે તો જ ગુજરાત ખેડૂતોને વધુ સહાય આપશે

March 30 at 2:56am

તાજેતરમાં ગુજરાત સહિત દેશના જે રાજ્યોમાં કમોસમી વરસાદના લીધે કૃષિ પાકને નુકસાન થયું હતું તેનો સર્વે અને અંદાજ મેળવવા કેન્દ્રીય મંત્રીઓને દરેક રાજ્યદિઠ જવાબદારી સોંપી છે. આવા સમયે અરૃણ જેટલીએ કેન્દ્ર તરફથી ખેડૂતોની સહાયમાં વધારો કરવાની વાત કરતાં તેનો લાભ ગુજરાતના ખેડૂતોને પણ મળે તેવી શક્યતાઓ સર્જાઈ છે. ..
More...
ગુજરાતમાં ૬૬ કતલખાનાઓમાં ચાલતી ગાયોની ગેરકાયદે કતલ

March 30 at 2:54am

ગુજરાતમાં ગૌ હત્યા અટકાવવા માટે માલધારીઓના આંદોલન બાદ સરકારે ગુજરાત ગૌહત્યા પ્રતિબંધ ધારો ધડી કાઢ્યો પરંતું તેના બિન અસરકારક અમલીકરણના કારણે આ કાયદો માત્ર કાગળનો વાઘ જ પુરવાર થયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.રાજ્યમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ગાયોને કાપી નાંખતા ૬૬ કલતખાના ઝડપાયા છે...
More...
રાજપથનું પરિણામ કલબમાં જાહેર કરવા દેવા આજે કોર્ટમાં સુનાવણી

March 30 at 2:52am

જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવું રાજપથ કલબની ચુંટણીનું પરિણામ સોમવારે હાઈકોર્ટમાં સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવશે. આ પરિણામને કલબમાં જાહેર કરવાની પરવાનગી આપવા માટેની એક અરજી કલબ દ્વારા કરવામાં આવી છે તેની સુનાવણી હાથ ધરાશે અને આ પરિણામને ખુલ્લી કોર્ટમાં જાહેર કરવું કે નહિં તેનો નિર્ણય પણ જસ્ટિસ કે.એસ. ઝવેરી અને જસ્ટિસ એ.જી. ઉરેઝીની ખંડપીઠ લેશે...
More...
ગુજરાત યુનિ.ના છેલ્લા ૧૦ વર્ષના કરોડોના ગોટાળા મુદ્દે તપાસ કરાશે

March 30 at 2:50am

છેલ્લા અનેક વર્ષોમાં ગુજરાત યુનિ.ના અનેક નાણાકીય કૌભાંડો એન ગોટાળાઓની ફરિયાદો થઈ છે અને અનેક કૌભાંડો બહાર પણ આવ્યા છે પરંતુ અત્યાર સુધી ક્યારેય સઘન તપાસ કરાઈ નથી ત્યારે આ વર્ષે સરકારના લોકલ ફંડના ઓડિટમાં યુનિ.ના હિસાબોમાં અને વહીવટમાં અનેક ભૂલો અને ખામીઓ તેમજ ગોટાળા નોંધાયા હોય...
More...
ગુજરાત શાળાકીય શિક્ષણની બાગડોર શિક્ષિકાઓના હાથમાં

March 30 at 2:48am

ગુજરાત ધોરણ ૧ થી ૧૨ના શાળાકીય શિક્ષણમાં કાર્યરત શિક્ષકો પૈકી પ્રાથમિકમાં ૫૩ ટકાથી વધુ મહિલાઓ છે જ્યારે માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિકમાં મહિલા શિક્ષકોનું પ્રમાણ સાત વર્ષમાં ૪૭ ટકાથી વધીને ૮૮ ટકા જેટલું થયું છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા કુલ વિદ્યાર્થીઓમાં કન્યાઓનું પ્રમાણ ૪૬-૪૭ જેટલું યથાવત્ રહ્યું છે. ..
More...

Gujarat  News for Mar, 2015